બાપ રે ! આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા, Video જોઈને લોકો પણ આશ્વર્યમાં !!

|

Oct 04, 2021 | 3:56 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખે છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

બાપ રે ! આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા, Video જોઈને લોકો પણ આશ્વર્યમાં !!
a man cut watermelon into pieces with one finger video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે તરબુચ (Watermelon) તોડી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પ્રથમ તરબૂચમાં ટૂથપીક દાખલ કરે છે અને પછી એક આંગળીની મદદથી તે તેના ટુકડા કરી નાખે છે. આ વિડીયો જોયા પછી, તમે ચોક્કસપણે આશ્ચર્ય પામશો કે કોઈ પણ વ્યક્તિ એક આંગળીથી કઈ રીતે તરબૂચ તોડી શકે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર yournaturegram નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 13 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, મેં પ્રયત્ન કર્યો, પણ મારી આંગળી તૂટી ગઈ. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, જો તમે આ રીતે તરબૂચ તોડશો તો તમારો હાથ તુટી જશે, જેથી કોશિશ કરવી નહિ. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : કાકાએ ગજબનો જુગાડ કર્યો ! આ હાઈટેક સાઈકલને જોઈને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા

આ પણ વાંચો :  અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video

Next Article