Thief Video: દુકાનમાં ચોરી કર્યા બાદ ચોર ત્યાં જ નાચવા લાગ્યો, પછી જે રીતે ભાગ્યો એ જોઈ દંગ રહી જશો

|

Apr 20, 2022 | 1:44 PM

વીડિયોમાં એક ચોર હાર્ડવેરની દુકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યા બાદ ત્યાં ડાન્સ કરતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ છે.

Thief Video: દુકાનમાં ચોરી કર્યા બાદ ચોર ત્યાં જ નાચવા લાગ્યો, પછી જે રીતે ભાગ્યો એ જોઈ દંગ રહી જશો
Thief Viral Video (Twitter)

Follow us on

સોશિયલ મીડિયા પર ચોરી સંબંધિત વીડિયો દરરોજ ચર્ચામાં રહેતા હોય છે. આ વીડિયોમાં ચોરીની અલગ-અલગ રીતો જોઈને કોઈપણ દંગ રહી જશે. હવે યુપીના ચંદૌલી જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ચોરે એવું કામ કર્યું કે જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વીડિયોમાં એક ચોર હાર્ડવેરની દુકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યા બાદ ત્યાં ડાન્સ કરતો જોવા મળે છે. આ સમગ્ર દ્રશ્ય સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું અને સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયું હતું.

ચોરી કર્યા પછી કર્યો ડાન્સ

ચંદૌલી જિલ્લામાં એક ચોર હાર્ડવેરની દુકાનમાં ઘૂસ્યો અને ચોરી કર્યા બાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનમાં એક ચોર માથા અને ચહેરા પર કપડું બાંધેલો જોવા મળી રહ્યો છે. ચોર શટરની સામે વિક્ટ્રી ડાન્સ કરવા લાગે છે. થોડા સમય પછી, તે શટરમાં દેખાતા ગેપમાંથી બહાર નીકળી જાય છે. દુકાનદાર આશુ સિંહનું કહેવું છે કે ચોરોએ તેમની દુકાનમાંથી 6000 રૂપિયા રોકડા અને હજારોના સામાનની ચોરી કરી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

દુકાન ખોલતાં જ હોશ ઉડી ગયા

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે દુકાનદાર આશુ સિંહે તેની દુકાન ખોલી અને તે નજારો જોઈને દંગ રહી ગયા. તેમણે નજીકના પોલીસ સ્ટેશનને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી અને ચોરો વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ ઘટનાનો વીડિયો ચંદૌલી એસપી નેતા મનોજ કાકાએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે અને તેમાં ચંદૌલી પોલીસને ટેગ પણ કર્યા છે. ચોરોના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: Stunt Video: યુવતીઓએ બતાવ્યા આવા અદ્ભુત પરાક્રમ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘તેઓ આ ગ્રહની ન હોઈ શકે’

આ પણ વાંચો: Funny: હીરોપંતી પડી ભારે, ખાટલા પર સ્ટંટના ચક્કરમાં છોકરાની હાલત થઈ ખરાબ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 12:47 pm, Wed, 20 April 22

Next Article