Bird Video: ઘણા સમય પછી હંસની જોડી મળી, વીડિયો જોઈને લોકોએ કહ્યું તેમની પાસેથી પ્રેમની ભાષા શીખો

|

Jun 10, 2022 | 9:57 AM

આ દિવસોમાં બે હંસનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેમાં તેઓ લાંબા સમય બાદ એકબીજાને મળી રહ્યા છે. આ વીડિયો IFS સુશાંત નંદાએ (IFS Susanta Nanda) શેયર કર્યો છે.

Bird Video: ઘણા સમય પછી હંસની જોડી મળી, વીડિયો જોઈને લોકોએ કહ્યું તેમની પાસેથી પ્રેમની ભાષા શીખો
swans viral Video

Follow us on

કુદરતે (Nature) બનાવેલી આ દુનિયામાં દરેક પ્રાણી પોતાનામાં ખૂબ જ ખાસ છે, પછી તે પ્રાણી હોય, પક્ષી હોય કે મનુષ્ય..! પણ આ બધામાં એક વાત બહુ સામાન્ય છે, જે દરેકની અંદર જોવા મળે છે, આપણે વાત કરીએ છીએ પ્રેમની..! ક્યારેક આપણે પણ આપણી આસપાસના આદર્શ પ્રેમી યુગલને હંસ યુગલ તરીકે સંબોધીએ છીએ. વાસ્તવમાં, બે હંસની જોડીને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે આ પક્ષીઓ તેમના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે અને જીવનભર એકબીજાને ટેકો આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે ક્યારેય આ બંનેને લાંબા સમય પછી મળતા જોયા છે? જો નહીં, તો આ દિવસોમાં એક એવો જ વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં હંસની જોડી લાંબા સમય પછી મળતી જોવા મળી રહી છે.

આ મનમોહક વીડિયો IFS સુશાંત નંદા દ્વારા તેમના ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે ખૂબ જ ક્યૂટ કેપ્શન લખ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 27 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે – આ ખૂબ જ ઊંડો હૃદય સ્પર્શી જાય એવો વીડિયો છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘love In the Air..! અન્ય યુઝરે લખ્યું, ‘હંસ પાસેથી પ્રેમ કરતાં શીખો’.

Next Article