Cat Viral Video : ડુસકા ભરીને રડતી બિલાડીનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

|

Aug 12, 2022 | 12:26 PM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બિલાડી ચાદરમાં પડેલી જોવા મળી રહી છે, જે એકદમ ઉદાસ દેખાઈ રહી છે. બિલાડીની આંખો જોઈને એવું લાગે છે કે તે આંસુઓથી ભરાઈ ગઈ છે અને તે વચ્ચે-વચ્ચે રડે (Crying cat) પણ છે.

Cat Viral Video : ડુસકા ભરીને રડતી બિલાડીનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ
cat crying

Follow us on

બિલાડીઓ જેટલી સુંદર દેખાય છે, એટલી જ તોફાની પણ હોય છે. સોશિયલ મીડિયા પર દરરોજ બિલાડીઓ (Cat Video) સાથે જોડાયેલા કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાકને જોઈને તમે હસીને લોટપોટ થઈ જાવ છો, જ્યારે કેટલાક વીડિયોમાં બિલાડીઓ તેમની ક્યૂટ એક્ટિંગથી નેટીઝન્સનું દિલ જીતી લે છે. હાલમાં, સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી બિલાડીનો વીડિયો જોઈને બિલાડી પ્રેમીઓ ભાવુક થઈ જશે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં બિલાડીને (Crying cat) જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈ પીડામાં છે અને ખૂબ રડી રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બિલાડી ચાદર પર સૂઈ રહી છે અને ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે. તેની આંખો જોઈને લાગે છે કે જાણે તે આંસુઓથી ભરાઈ ગઈ છે. વચ્ચે-વચ્ચે બિલાડી રડે છે. આ બિલાડી કેમ ઉદાસ છે અને શા માટે આ રીતે રડે છે, તે ખબર નથી. પરંતુ આ વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓ ચોક્કસથી ભાવુક થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રડતી બિલાડીનો વીડિયો અહીં જુઓ…….

રડતી બિલાડીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @meowniments હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. 9 ઓગસ્ટની સાંજે શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 14 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 1 લાખ 12 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને 15 હજારથી વધુ યૂઝર્સે રિટ્વીટ કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. બિલાડીનો આ વીડિયો જોઈને ટ્વિટર યુઝર્સ પણ ભાવુક થઈ રહ્યા છે. મોટાભાગના યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આ બિલાડીને કોણે નુકસાન પહોંચાડ્યું છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, બિલાડીને રડતી જોઈ હું પણ રડી રહ્યો છું. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ઓહ… આ ક્યૂટ કિટ્ટીનું શું થયું, જેણે તેનું દિલ દુભાવ્યું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, બિલાડી મારી નબળાઈ છે અને લોકો આવા વીડિયો મૂકીને વધુ ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યા છે. હું આ વીડિયો જોઈ શકતો નથી. એકંદરે આ વીડિયોએ બિલાડી પ્રેમીઓને ભાવુક કરી દીધા છે.

Next Article