5 વર્ષની બાળકીએ પેઇન્ટિંગ બનાવીને જીત્યુ લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો
આ સુંદર પેઈન્ટિંગ 5 વર્ષની છોકરીએ બનાવી છે. તેથી જ સોશિયલ મીડિયા પર પેઇન્ટિંગ અને છોકરીની જોરદાર ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહેલ વીડિયોમાં એક છોકરી તેની હાઇટ કરતા મોટા કેનવાસ પર પેઇન્ટિંગ કરતી જોવા મળી રહી છે.
વિશ્વની દરેક વ્યક્તિ કેનવાસ પર રંગોથી સુંદર ચિત્રો દોરવાનું પસંદ કરે છે. ઘણા લોકોને તેમની આવડતના કારણે ઘણી ખ્યાતિ મળે છે. એટલા માટે મોટાભાગના લોકો ક્યારે ને ક્યારે પેઇન્ટિંગ કરવાનો પ્રયાસ કરે છે. બાળકોની પેઇન્ટિંગ જોઇને જ આમતો સમજાઇ જાય છે કે આ કલાકારી કોઇક બાળકની છે. હાલમાં એક બાળકીની પેઇન્ટિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.
માહિતી અનુસાર આ સુંદર પેઈન્ટિંગ 5 વર્ષની છોકરીએ બનાવી છે. તેથી જ સોશિયલ મીડિયા પર પેઇન્ટિંગ અને છોકરીની જોરદાર ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહેલ વીડિયોમાં એક છોકરી તેની હાઇટ કરતા મોટા કેનવાસ પર પેઇન્ટિંગ કરતી જોવા મળી રહી છે. બાળકીએ બનાવેલી પેઇન્ટિંગ ખૂબ જ સુંદર લાગે છે, જેમાં કેટલાક કાર્ટૂન કેરેક્ટર જોવા મળે છે.
5-year-old artist doing her thing.. 👌 pic.twitter.com/R4g4idMMmA
— Buitengebieden (@buitengebieden_) October 25, 2021
આ સાથે વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે બાળકીનો ડ્રેસ બે-ત્રણ વાર બદલાયેલો પણ જોવા મળે છે જેને જોઈને લાગે છે કે તેને પેઈન્ટિંગ બનાવવામાં થોડા દિવસો લાગ્યા છે. આ વીડિયોને લોકો એટલો પસંદ કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં તેને 114 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ તેને રિટ્વીટ પણ કર્યું છે.આ વીડિયોને હાલમાં જ પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @buitengebieden_ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર પણ લોકો બાળકીના વખાણ કરતા થાકતા નથી. એક વ્યક્તિએ કહ્યું- “આ ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે, આ કળા આખી જિંદગી છોકરી પાસે રહેવી જોઈએ.” તે જ સમયે, અન્ય વ્યક્તિએ કહ્યું- “બાળકીની પ્રતિભા ખરેખર અદ્ભુત છે.” જો કે ઘણા લોકો ટીકાત્મક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એકે કહ્યું કે છોકરીની પેઇન્ટિંગ અનોખી નથી, તે ખૂબ જ સામાન્ય છે, જ્યારે બીજાએ કહ્યું કે તેને છોકરીની પેઇન્ટિંગ પેટર્નમાં કંઈ ખાસ દેખાતું નથી.
આ પણ વાંચો –
Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ
આ પણ વાંચો –
રાજ્ય સરકારની કોલેજોના પ્રોફેસરોને દિવાળી ભેટ, કોરોના હળવો થતા લંબાવાયું દિવાળી વેકેશન, જાણો વિગત
આ પણ વાંચો –