VIDEO : કડકડાટ અંગ્રેજી બોલતા કશ્મીરી દાદીનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ દાદીના ફેન બની જશો

|

Feb 17, 2022 | 1:20 PM

આજકાલ એક દાદીજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં તેઓ જે રીતે અંગ્રેજી બોલી રહ્યા છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

VIDEO : કડકડાટ અંગ્રેજી બોલતા કશ્મીરી દાદીનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ દાદીના ફેન બની જશો
Old kashmiri woman video goes viral

Follow us on

Viral Video : આ દિવસોમાં એક 80 વર્ષના કાશ્મીરી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્પષ્ટ રીતે અંગ્રેજીના(English)  કેટલાક શબ્દો બોલતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જેણે પણ આ ક્યૂટ વીડિયો જોયો છે તે બધા દંગ રહી ગયા છે. કાશ્મીરી ભાષામાં ફળો, શાકભાજી અને પ્રાણીઓના નામ પૂછવામાં આવે છે. ત્યારે આ દાદીજી તેનો જવાબ આપતા જોવા મળે છે.

37 સેકન્ડનો વીડિયો બન્યો આકર્ષણનુ કેન્દ્ર

37 સેકન્ડનો વીડિયો સૈયદ સ્લીત શાહ (Syed Sleet Shah )દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કાશ્મીરી ભાષામાં કેટલાક ફળો, શાકભાજી અને પ્રાણીઓના નામ કહે છે અને પરંપરાગત પોશાકમાં તેની 80 વર્ષીય દાદીને તેમના અંગ્રેજી નામ આપવાનું કહે છે. જો કે, જ્યારે યુવક તેને બિલાડીનું અંગ્રેજી પૂછે છે, ત્યારે તે જવાબ આપવામાં થોડી ગુંચવણ અનુભવે છે. પરંતુ પછી તે પોતાની ભૂલ સુધારે છે અને કહે છે ‘Cat’. વૃદ્ધ મહિલાનો આ અંદાજ યુઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જોકે, હાલ આ વૃદ્ધ મહિલાનું નામ શું છે અને તે ક્યા સ્થળની છે તે વીડિયો પરથી જાણી શકાયું નથી. પરંતુ મહિલાનો પહેરવેશ અને યુવકની વાણીનો સ્વર બતાવે છે કે બંને કાશ્મીરના કોઈ ગ્રામીણ વિસ્તારના છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: મગરથી બચ્યું તો ચિત્તાનો શિકાર થયું હરણનું બચ્ચુ, જુઓ શ્વાસ માટે સંઘર્ષનો Viral વીડિયો

Published On - 1:16 pm, Thu, 17 February 22

Next Article