બાપ રે બાપ ! યુવકના પેટમાંથી નીકળી 63 ચમ્મચી, ઓપરેશન કરનાર ડોક્ટર પણ ચોંકી ઉઠયા

|

Sep 28, 2022 | 5:03 PM

મુજફ્ફરનગરનો એક યુવક તેના નશા કરવાની આદતને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. તેના પેટમાંથી 63 જેટલી ચમ્મચી (63 spoons in stomach) મળી આવી છે. હાલ તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બાપ રે બાપ ! યુવકના પેટમાંથી નીકળી 63 ચમ્મચી, ઓપરેશન કરનાર ડોક્ટર પણ ચોંકી ઉઠયા
63 spoons came out of stomach of young man

Follow us on

Shocking News : દુનિયામાં રહેતા કરોડો લોકો એકબીજાથી અલગ છે. તેમનો સ્વભાવ, ભાષા, રંગ, આદતો અને શોખ અલગ અલગ છે. પણ કેટલાક લોકોની આદત અને શોખ એટલા વિચિત્ર હોય છે કે બીજા લોકો વિચારમાં પડી જાય. કેટલીકવાર તેમની વિચિત્ર આદતોને કારણે તેઓ પોતાની જાતને જ નુકશાન પહોંચાડે છે. ભૂતકાળમાં એવા અનેક કિસ્સા જોવા મળ્યા છે, જેમાં લોકો પોતાની આદતોના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા હોય. દારુનો નશો પણ એવી જ એક વિચિત્ર આદત છે. વધારે પડતો દારુ સ્વસ્થ્ય માટે સારો નથી હોતો. તેને કારણે અનેક ઘરો વેરવિખેર થયા છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુજફ્ફરનગરનો એક યુવક તેના નશા કરવાની આદતને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. તેના પેટમાંથી 63 જેટલી ચમ્મચી (63 spoons in stomach) મળી આવી છે. હાલ તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરથી આ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક યુવકના પેટમાંથી 63 જેટલી સ્ટીલની ચમ્મચી મળી આવી છે. તેને જોઈને ડોકટરો પણ ચોંકી ગયા હતા. ચાલો જાણીએ આ આખી ઘટના પાછળની હકીકત.

યુવકના પેટમાંથી નીકળી 63 સ્ટીલની ચમ્મચી

મુજફ્ફરનગરના મંસૂરપુર ક્ષેત્રના બોપાડા ગામમાં એક યુવકને પેટમાં દુખાવો થતા, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પેટમાં દુખવો વધતા ડોક્ટરો એ તેનુ ઓપરેશન કર્યુ. ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી જે વસ્તુ મળી, તે કદાચ તેમણે જીવનમાં પહેલીવાર જોઈ હશે. આ યુવકના પેટમાંથી 1-2 નહીં પણ 63 જેટલી સ્ટીલની ચમ્મચી નીકળી. ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા કે તે આટલી બધી ચમ્મચી કેવી રીતે ગળી ગયો. ડોક્ટરો અનુસાર, હાલ તેની હાલત ગંભીર છે, ઓપરેશન દરમિયાન તેના પેટમાં તમામ 63 ચમ્મચી નીકાળી લેવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દારુના નશાને કારણે થઈ આવી હાલત

આ યુવકનું નામ વિજય છે. તેને દારુના નશાની ખરાબ આદત હતી. તેથી તેના પરિવારજનો એ તેને નશા મુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવ્યો હતો. તે આ નશા મુક્તિ કેન્દ્રમાં લગભગ 1 મહિના માટે રહ્યો. પણ પછી તેની તબીયત બગડતા, હોસ્પિટલમાં આ ચોંકાવનારી વાત જાણવા મળી. આ અસમાન્ય ઘટનાને કારણે વિજયના પરિવારજનો પણ પરેશાન છે. કોઈ વ્યક્તિ આટલી બધી ચમ્મચી કેવી રીતે પેટમાં રાખી શકે. પરિવારજનોનો આરોપ છે કે નશા મુક્તિ કેન્દ્રમાં તેને સ્ટાફ દ્વારા બળજબરી પૂર્વક આ ચમ્મચીઓ ખવડાવવામાં આવી છે. હાલ તેમણે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી. આ યુવકની હાલત હજુ સુધી ગંભીર છે.

Next Article