OMG ! 52 વર્ષના આ વ્યક્તિએ બનાવી અનોખી પેઇન્ટિંગ્સ, સોઇના છિદ્રમાંથી પણ થઇ જાય છે પસાર

|

Oct 10, 2021 | 9:19 AM

તેમણે કંઈક અનોખું બનાવવાનું નક્કી કર્યું, જેનું પરિણામ આજે સમગ્ર વિશ્વની સામે છે. ડેવિડ કહે છે કે તેના જુસ્સાને સાચો સાબિત કરવા માટે, તેણે કેટલાક પ્રખ્યાત ચિત્રો પસંદ કર્યા. પછી તેને સોયના કદ જેટલા કાગળ પર બનાવીને તૈયાર કર્યું.

OMG ! 52 વર્ષના આ વ્યક્તિએ બનાવી અનોખી પેઇન્ટિંગ્સ, સોઇના છિદ્રમાંથી પણ થઇ જાય છે પસાર
6 mini paintings of masterpieces by David A Lindon

Follow us on

કંઈક નવું અને જુદું કરવાનો તમારો જુસ્સો જ દુનિયાને તમારી તરફ આકર્ષે છે. આ ઈચ્છામાં ઈંગ્લેન્ડના એક ચિત્રકારે આવી તસવીરો બનાવી છે, જેની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ એવા કોઈ જેવી તેવી પેઇન્ટિંગ (Painting) નથી, પરંતુ તે વિશ્વની સૌથી નાની પેઇન્ટિંગ છે. એટલી નાની કે સોયના છિદ્રમાંથી પણ પસાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પેઇન્ટિંગ્સ હરાજીમાં આવતાની સાથે જ વેચાઈ ગઇ હતી. દરેક પેઇન્ટિંગ માટે 15 લાખથી વધુની બોલી લગાવવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડના ડેવિડ એ લિન્ડને 6 મિની પેઈન્ટિંગ્સ બનાવ્યા છે. દરેક લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. આ તમામ પેઇન્ટિંગ એક હરાજીમાં 93 લાખ રૂપિયામાં વેચાઇ છે. હરાજીમાં સામેલ લોકોએ વિચાર્યું પણ નહોતું કે તેઓ ક્યારેય આટલી નાની પેઇન્ટિંગને જોઈ શકશે. ખરેખર, ડેવિડ દ્વારા બનાવેલા પેઇન્ટિંગ્સને જોવા માટે ખૂબ જ તેજ નજર જોઇએ. તેને જોવા માટે કેટલાક લોકો લેન્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ પેઇન્ટિંગ એટલી નાની છે કે સોયના છિદ્રમાંથી પમ પસાર થઈ શકે છે.

ડેવિડ, જે એક સમયે એન્જિનિયર હતા, કહે છે કે તેમને તેમની પ્રેરણા એક ટીવી પ્રોગ્રામથી મળી હતી. ત્યારથી તેણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે ડેવિડે આ મીની પેઈન્ટિંગ્સ પહેલા ફ્રેડી મર્ક્યુરી અને એમી વાઈનહાઉસ જેવા ઘણા પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે કંઈક અનોખું બનાવવાનું નક્કી કર્યું, જેનું પરિણામ આજે સમગ્ર વિશ્વની સામે છે. ડેવિડ કહે છે કે તેના જુસ્સાને સાચો સાબિત કરવા માટે, તેણે કેટલાક પ્રખ્યાત ચિત્રો પસંદ કર્યા. પછી તેને સોયના કદ જેટલા કાગળ પર બનાવીને તૈયાર કર્યું.

એક ઈન્ટરવ્યુમાં ડેવિડે કહ્યું કે તેણે મિની પેઈન્ટિંગ્સ બનાવતા પહેલા પોતાને પડકાર્યો હતો. ડેવિડ એ જોવા માંગતો હતો કે તે કેટલું નાનું પેઇન્ટિંગ બનાવી શકે છે. આ પછી, પોતાનો પડકાર સ્વીકારી, તેણે મીની પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. ડેવિડ કહે છે કે આ પેઇન્ટિંગ્સ બનાવવા માટે તેને પણ શ્વાસ રોકી રાખવો પડ્યો હતો. કારણ કે સહેજ બેદરકારીમાં તેમની બધી મહેનત વેડફાઈ જતી. આવી સ્થિતિમાં તેણે શરૂઆતથી ફરી એ જ કામ કરવું પડ્યું.

આ પણ વાંચો –

Viral Video : પોલીસકર્મીઓ ઇ-રિક્શામાં જઇ રહ્યા હતા અને અચાનક તે પલટી ગઇ, સોશિયલ મીડિયામાં વીડિયોની હકીકતને લઇને વિવાદ

આ પણ વાંચો –

એક બીજાના ‘કટ્ટર દુશ્મન’ અમેરિકા અને તાલિબાને કરી પ્રથમ વાટાઘાટ, જાણો બંને પક્ષો વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા ?

 

Published On - 9:18 am, Sun, 10 October 21

Next Article