Navratri 2022 : બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ થઈ લાફાવાળી, વીડિયો જોઈ હસીને લોથપોથ થઈ જશો

|

Oct 03, 2022 | 1:01 PM

આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. નવરાત્રીના (Navratri 2022) આઠમા દિવસે દેવીના આ મહાગૌરી (mahagauri) સ્વરૂપની આરાધનાનો જ મહિમા હોય છે.

Navratri 2022 : બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ થઈ લાફાવાળી, વીડિયો જોઈ હસીને લોથપોથ થઈ જશો
બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ થઈ લાફાવાળી, વીડિયો જોઈ હસીને લોથપોથ થઈ જશો

Follow us on

Navratri 2022 : હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ખેલૈયાઓ મન મુકીને ગરબા રમતા હોય છે. ત્યારે અમુક જગ્યાઓ પર મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવેલી હોય છે જેના પર ખેલૈયાઓ ગરબે ઝુમે છે તો કેટલીક જગ્યાઓ પર સિંગરને બોલાવવામાં આવે છે અને તેઓ ખેલૈયાઓને ગરબા ધુમવા માટે મજબુર કરે છે. આ ગીતોને વચ્ચે નવરાત્રી (Navratri 2022)નો આનંદ પણ બમણો થાય છે. ત્યારે કેટલીક વખત એવી ઘટના જોવા મળે છે જેમાં સ્ટેજ પર મારામારીને ઘટના જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં નવરાત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 સિંગર સ્ટેજ પર ગીતો ગાઈ રહી છે અને અચાનક એવું કાંઈ થાય છે જેનાથી બંન્ને સિંગર પર ઝાપટવાળી થાય છે અને એકબીજાના વાળ ખેંચવા લાગે છે.

આ વીડિયો જોઈ તમે પેટ પકડી હસવા લાગશો

કોરોના મહામારીના 2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. રાજ્યભરમાં હાલ નવરાત્રીની મોસમ જામી છે. યુવાનથી માંડીને મોટી ઉંમરના લોકો ગરબાના રંગમાં રંગાયા છે.નવરાત્રીમાં અનેક વીડિયો એવા હોય છે જે ખુબ વાયરલ થાય છે. આ વીડિયો જોઈ તમે પેટ પકડી હસવા લાગશો.આ વાયરલ વીડિયોમાં બે મહિલા સિંગર વચ્ચે છૂટા હાથે મારામારી જોવા મળી રહી છે. અચાનક જ ગુસ્સે ભરાયેલી સિંગર તેની સાથીદારને જબરદસ્ત લાફો ઝીંકી દે છે. ત્યારે આ વીડિયો કઈ જગ્યાનો છે તે હજુ સુધી સ્પષ્ટ જાણવામાં આવ્યું નથી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

ગુજરાતમાં (Gujarat) નવરાત્રીનો (Navratri 2022) પર્વ ખૂબ જ ધામ ધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં શેરીમાં, પોળમાં તેમજ શહેરોમાં પાર્ટી પ્લોટમાં પણ ખેલૈયાઓ મનમુકીને ગરબાના તાલે ઝુમી રહ્યા છે.સોશિયલ મીડિયા પર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.વિશ્વ વિખ્યાત વડોદરાના (Vadodara) યુનાઇટેડ વે (United Way) ગરબા ફરી વિવાદમાં આવ્યા છે. યુનાઇટેડ વેના ગ્રાઉન્ડમાં ગરબા (Garba) રમતી યુવતીના મોઢામાંથી ધુમાડા નીકળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

 

 

Next Article