Viral Video: માછીમારોને દરિયામાં તરતો જોવા મળ્યો 13 ફૂટ લાંબો વિચિત્ર જીવ, નજીક જતાં જોયું તો ઉડી ગયા હોંશ

|

Apr 14, 2022 | 2:33 PM

પહેલા તો તેમને લાગ્યું કે તે શાર્ક (Shark)છે, પરંતુ પછીથી વિચિત્ર પ્રાણી બહાર આવતાની સાથે જ ખબર પડી કે તે શું છે. શાર્કને પકડવાની આશાએ પ્રવાસે ગયેલા એક માછીમારને આકસ્મિક રીતે દુર્લભ જીવ મળી ગયો.

Viral Video: માછીમારોને દરિયામાં તરતો જોવા મળ્યો 13 ફૂટ લાંબો વિચિત્ર જીવ, નજીક જતાં જોયું તો ઉડી ગયા હોંશ
strange creature was seen floating in the sea (Instagram)

Follow us on

દરિયા (Sea)માં માછીમારી કરવા ગયેલા માછીમારોની હાલત અચાનક 13 ફૂટ લાંબુ રહસ્યમય પ્રાણી મળી આવતા હાલત કફોડી બની હતી. જો કે પહેલા તો તેમને લાગ્યું કે તે શાર્ક (Shark) છે, પરંતુ પછીથી વિચિત્ર પ્રાણી બહાર આવતાની સાથે જ ખબર પડી કે તે શું છે. શાર્કને પકડવાની આશાએ પ્રવાસે ગયેલા એક માછીમારે (Fisherman) આકસ્મિક રીતે દુર્લભ સોફિશ (Sawfish) માછલી પકડી લીધી હતી.

માછીમારો દરિયામાં શાર્ક માછલી પકડવા ગયા હતા

યુકેના લન્કાશાયરમાં રહેતા ઈયાન એથર્ટનનો દાવો છે કે તેણે ફ્લોરિડામાં ફિન એન્ડ ફ્લાય ચાર્ટર્સ (Fin & Fly Charters)ના સહયોગથી યુનાઈટેડ સ્ટેટ્સના સ્પેસ કોસ્ટ પરથી શાર્કને પકડી લીધી છે. તે શાર્કને પકડવાના હેતુથી દરિયામાં ગયો હતો. જ્યારે ઈયાન સમુદ્રમાં ગયો, ત્યારે કેટલીક બ્લુફિશને બાઈટ તરીકે ફિશિંગ રોડમાં લટકાવવામાં આવી હતી. તે પછી તેમને રોડ પર હલચલ અનુભવાઈ અને તેઓએને લાગ્યુ કે તેમણે શાર્ક પકડી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અચાનક પકડાઈ સોફિશ

લગભગ એક કલાક સુધી તે જીવ તડફડતો રહ્યો. ઈયાન કિનારા તરફ આગળ વધ્યો, ત્યારે તેણે જોયું કે તે શાર્ક નહીં, પરંતુ 13 ફૂટ લાંબી દુર્લભ સોફિશ માછલી છે. ત્યારબાદ તે સોફિશને પાણીમાં છોડવામાં આવી અને તરત જ તરવા લાગી.

આ માછલીને કાર્પેન્ટર શાર્ક પણ કહેવામાં આવે છે

સોફિશ માછલીના માથા પર કરવત જેવો દેખાવ હોય છે, જેને રોસ્ટ્રમ કહેવામાં આવે છે. તે લગભગ પાંચ ફૂટ ઊંચું થઈ શકે છે. માછલીને કાર્પેન્ટર શાર્ક (Carpenter Shark) તરીકે પણ ઓળખવામાં આવે છે. સોફિશ 16 ફૂટ લાંબી સુધી વધી શકે છે.

આ પણ વાંચો: Viral: જો તેજ નજર હોય તો તસ્વીરમાંથી શોધી બતાવો 13 ચહેરા, મોટાભાગના લોકોને 4 જ મળ્યા

આ પણ વાંચો: Maharashtra: મોહન ભાગવતના નિવેદન પર સંજય રાઉતનો પલટવાર, કહ્યું તમે અખંડ ભારત બનાવી શકો છો, પરંતુ 15 વર્ષ નહીં 15 દિવસનું વચન આપો, અમે પણ સમર્થન કરીશું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article