Viral Video : ‘થારા ફુફા અભી ઝિંદા હૈ…’ 102 વર્ષીય વરરાજા નીકળ્યો બેન્ડવાજા સાથે, કારણ છે ખાસ

|

Sep 11, 2022 | 9:37 AM

પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'કાગઝ' જેવો જ એક કિસ્સો હરિયાણામાં (Haryana) પણ જોવા મળ્યો છે. અહીં એક 102 વર્ષના વૃદ્ધને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો, પછી જે થયું તે જાણવા જાવું છે.

Viral Video : થારા ફુફા અભી ઝિંદા હૈ... 102 વર્ષીય વરરાજા નીકળ્યો બેન્ડવાજા સાથે, કારણ છે ખાસ
Duli Chand Haryana pension

Follow us on

તમે સતીશ કૌશિકની ફિલ્મ ‘કાગઝ’ (Kaagaz) જોઈ જ હશે. જેમાં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં હતા. તેણે એક સામાન્ય માણસનું પાત્ર ભજવ્યું હતું. જેને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોતાની જાતને જીવંત સાબિત કરવા માટે, અભિનેતાને શું-શું કરવું પડે છે, આ તેની વાર્તા છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત હતી. હવે આવો જ એક કિસ્સો હરિયાણામાં (Haryana) પણ જોવા મળ્યો છે. અહીં એક 102 વર્ષના વૃદ્ધને સરકારી કાગળોમાં મૃત જાહેર કરવામાં આવ્યો, પછી તે વરરાજા બનીને ડીસી ઓફિસ પહોંચ્યો અને પોતાને જીવતો સાબિત કરવા માટે અનોખું સરઘસ કાઢ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં મામલો એવો છે કે, હરિયાણાના રોહતકના ગાંધરા ગામના રહેવાસી 102 વર્ષીય દુલીચંદને હરિયાણા સરકારે મૃત જાહેર કરી દીધા અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું. છેલ્લા 6 મહિનાથી તેઓ પેન્શન માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા હતા, પરંતુ કોઈ સુનાવણી ન થઈ, ત્યારબાદ તેમણે અનોખો રસ્તો અપનાવ્યો. તેઓ બેન્ડવાજા સાથે વરરાજા તરીકે ડીસી ઓફિસ પહોંચ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે 102 વર્ષીય દુલીચંદ ઘોડાની ગાડી પર સવાર થઈને વરરાજા તરીકે ઉભો છે અને તેમની બાજુમાં ઘણા બેનર છે, જેમાં લખ્યું છે કે ‘હું જીવિત છું’, તો કેટલાક પર લખેલું છે કે ‘થારા’ ફુફા અભી જીંદા છે’. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ, કેવી રીતે વૃદ્ધો બેન્ડવાજા સાથે સરઘસ સાથે ડીસી ઓફિસ પહોંચ્યા………..

બુધવારે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે રોહતકમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, દુલીચંદનું છેલ્લું પેન્શન 2 માર્ચે આવ્યું હતું. જે બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા અને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દેવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, 102 વર્ષીય દુલીચંદ આપણી ધરોહર છે, તેમને માત્ર પેન્શન જ નહીં પરંતુ તમામ પ્રકારની સુવિધાઓ પણ સરકાર દ્વારા આપવી જોઈએ, કારણ કે હરિયાણામાં આટલી મોટી ઉંમરના બહુ ઓછા વૃદ્ધો બાકી છે. સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં વૃદ્ધ દુલીચંદે પણ કહ્યું કે ‘હું હજી જીવતો છું, હું મર્યો નથી’.

Next Article