
પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારતમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે, પરંતુ બદલામાં શું મળી રહ્યું છે? વાયરલ થયેલા વીડિયોમાં રેલવેની ભયાનક વાસ્તવિકતા સામે આવી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મુસાફર દહીં બતાવીને ફરિયાદ કરી રહ્યો છે કે તેમાં કીડા છે. પેન્ટ્રી મેનેજરની સાથે આવેલો સ્ટાફ હસતા હસતા કહે છે કે “આ તો કેસર છે.” જ્યારે મુસાફરે બીજી થાળી બતાવી જેમાં સફેદ કીડા સ્પષ્ટપણે હલનચલન કરી રહ્યા હતા, ત્યારે સ્ટાફ પાસે કોઈ જવાબ નહોતો. રોષે ભરાયેલા મુસાફરે પૂછ્યું કે, “જો આ ખાવાથી મારું મૃત્યુ થશે તો શું રેલવે જવાબદારી લેશે?”
Kalesh in Vande Bharat train over worms in served food.
Attendant said ‘Kesar hai..kesar’ for the insect leg found in the Dahi. pic.twitter.com/3U4KALgHLc
— Kapil (@kapsology) March 25, 2026
આ ઘટના પાછળ રેલવે બોર્ડનો એક નવો નિર્ણય જવાબદાર હોવાનું મનાય છે. અગાઉ, ખરાબ ભોજન પીરસનાર કોન્ટ્રાક્ટરો પર ભારે દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવે રેલવે બોર્ડે સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટરો પર દંડ ઓછો કરવો જોઈએ અને તેમને ‘ટ્રેનિંગ’ આપવી જોઈએ. જ્યાં સુધી ફૂડ પોઈઝનિંગ જેવી મોટી ઘટના ન બને ત્યાં સુધી દંડ ન ફટકારવાની આ નરમ નીતિને કારણે જ કદાચ પેન્ટ્રી સ્ટાફ હવે બેફામ બન્યો છે.
RailMadad’ એપ (સૌથી અસરકારક)
ટ્વિટર અને ફેસબુક પર યુઝર્સ પૂછી રહ્યા છે કે જો પ્રીમિયમ ટ્રેનનો આ હાલ હોય તો સામાન્ય ટ્રેનોમાં શું થતું હશે? રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ મુસાફરોમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.
રેલવેની આ ‘કેસર કે કીડા’ વાળી દલીલ મુસાફરોના જીવ સાથે રમત સમાન છે. જ્યાં સુધી કડક દંડ અને બ્લેકલિસ્ટિંગ જેવી કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી મુસાફરોને આવું જ ‘પૌષ્ટિક’ ભોજન મળતું રહેશે.