Noida International Airport : કેમ છે ચર્ચામાં જેવર એરપોર્ટ, એવું તો શું છે ખાસ ? જાણો એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે

ભારતના એવિએશન સેક્ટરમાં આજે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં નિર્મિત 'નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ'નું આજે 28 માર્ચ, 2026 ના રોજ પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

Noida International Airport : કેમ છે ચર્ચામાં જેવર એરપોર્ટ, એવું તો શું છે ખાસ ? જાણો એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે
Image Credit source: Google Maps
| Updated on: Mar 28, 2026 | 3:29 PM

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXN), જે ‘જેવર એરપોર્ટ’ તરીકે ઓળખાય છે, તે માત્ર એક એરપોર્ટ નથી પણ ભારતની આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શક્તિનું પ્રતીક છે. આ દિલ્હી-NCR નું ત્રીજું મોટું એરપોર્ટ બનશે, જે IGI દિલ્હી અને હિંડન એરપોર્ટ પરના ભારણને ઓછું કરશે.

કેટલા મુસાફરોને સંભાળી શકશે આ એરપોર્ટ?

આ એરપોર્ટનો વિકાસ ચાર તબક્કામાં કરવામાં આવી રહ્યો છે:

  • પ્રથમ તબક્કો: વાર્ષિક 1.2 કરોડ (12 MMPA) મુસાફરોની ક્ષમતા અને એક 3900 મીટર લાંબો રનવે. શરૂઆતમાં અહીંથી દરરોજ અંદાજે 150 ફ્લાઈટ્સ ઓપરેટ થશે.
  • ભવિષ્યનું લક્ષ્ય: વર્ષ 2040-50 સુધીમાં ચાર તબક્કા પૂર્ણ થતા, અહીં 6 રનવે હશે અને વાર્ષિક 15 કરોડથી વધુ મુસાફરોને સંભાળવાની ક્ષમતા કેળવાશે.

29,000 કરોડનો મેગા પ્રોજેક્ટ અને તેની ખાસિયતો

આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત 29,000 કરોડ રૂપિયા છે. Zurich Airport AG દ્વારા 40 વર્ષ સુધી તેનું સંચાલન કરવામાં આવશે. આ એરપોર્ટની સૌથી મોટી ખાસિયત તેનું ‘નેટ-ઝીરો ઉત્સર્જન’ લક્ષ્ય છે, જે તેને પર્યાવરણને અનુકૂળ બનાવશે.

ટર્મિનલ-1 માં આધુનિક બેગેજ સિસ્ટમ, 10 એરોબ્રિજ, હાઈ-ટેક સુરક્ષા અને વિશાળકાય વિમાનો માટે અનુકૂળ રનવે તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 20 એકરનું ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સેન્ટર પણ હશે જે બસ, ટેક્સી અને મેટ્રોને જોડશે.

કનેક્ટિવિટી માટે નવું રોડ મેપ

જેવર એરપોર્ટ માત્ર આકાશમાં જ નહીં, જમીન પર પણ શ્રેષ્ઠ રીતે જોડાયેલું છે:

  • એક્સપ્રેસવે: યમુના એક્સપ્રેસવે, NH-44 અને જેવર-ફરીદાબાદ એક્સપ્રેસવે સાથે સીધું જોડાણ.
  • રેલ અને મેટ્રો: ભવિષ્યમાં મેટ્રો, RRTS (રેપિડ ટ્રેન) અને રેલ નેટવર્ક દ્વારા દિલ્હી, આગ્રા અને અન્ય NCR શહેરો સાથે જોડાશે.
  • લોજિસ્ટિક્સ હબ: અહીં વિશાળ કાર્ગો ટર્મિનલ અને MRO (મેન્ટેનન્સ) સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે, જે બિઝનેસ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

આજે 28 માર્ચના રોજ ઉદ્ઘાટન બાદ, DGCA ની અંતિમ મંજૂરી મળતા જ અહીંથી વ્યાવસાયિક ઉડાન શરૂ થશે. જેવર એરપોર્ટ આવનારા સમયમાં ઉત્તર ભારતની આર્થિક પ્રગતિનું એન્જિન સાબિત થશે તે નક્કી છે.

 

Follow Us