Hotel Rating: કઈ રીતે નક્કી થાય છે કે હોટલ ફાઈવ સ્ટાર છે કે સેવન સ્ટાર? જાણો તેની પ્રોસેસ

|

Jun 03, 2022 | 5:25 PM

Hotel Rating Process : કોઈપણ જગ્યાએ ફરવા જઈએ ત્યારે આપણે હોટલ શોધીએ છે અને તેની રેંટિગ ચેક કરતાં હોઈએ છે, ફાઈવ સ્ટાર, સેવન સ્ટાર એવા અનેક પ્રકારના હોટેલ હોય છે.

Hotel Rating: કઈ રીતે નક્કી થાય છે કે હોટલ ફાઈવ સ્ટાર છે કે સેવન સ્ટાર? જાણો તેની પ્રોસેસ
Hotel Room
Image Credit source: teahub

Follow us on

આપણે જાણીએ છે કે ઘણી હોટલોને ફાઈવ સ્ટાર હોટલ (Five star hotel) કહેવામાં આવે છે અને ઘણી હોટલોને થ્રી સ્ટાર હોટલ (Five star hotel) કહેવામાં આવે છે. જે હોટેલમાં સારી અને વધારે વૈભવી સુવિધાઓ હોય તે હોટેલને વધારે સ્ટાર હોય છે અને જે હોટેલમાં ઓછી સુવિધા હોય તેને ઓછા સ્ટાર હોય છે. વધારે સ્ટાર ધરાવતી હોટેલમાં ભાડું વધારે હોય છે અને ઓછા સ્ટાર ધરાવતી હોટેલમાં ભાડું ઓછું હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હોટલોને સ્ટાર (Hotel Rating) ક્યાંથી મળે છે. એટલે કે આ સ્ટાર્સ હોટલોને કોણ આપે છે ? અને તેમના સ્ટાર્સ આપવા પાછળનો માપદંડ શું છે ? અને આ રેન્કિંગ કયા આધારે આપવામાં આવે છે ? ચાલો જાણીએ શું હોય છે હોટલને રેટિંગ આપવાની પ્રોસેસ. કઈ હોટેલને આપવામાં આવે છે વધારે સ્ટાર અને કઈ હોટેલને આપવામાં આવે છે ઓછા સ્ટાર.

કોણ આપે છે હોટેલને રેટિંગ ?

આજકાલ હોટેલ પોતાની રીતે પોતાની હોટેલના રેટિંગ કલેમ કરતા હોય છે. આના માટે પર્યટન મંત્રાલયના આધીન એક કમિટી હોય છે જે હોટલને રેટિંગ આપવાનું કામ કરતા હોય છે. આ કમિટીનું નામ હોટેલ એન્ડ રેસ્ટોરેંટ અપ્રૂવલ એન્ડ ક્લાસિફિકેશન કમિટી. આ કમિટીના બે ભાગ છે. તેની એક વિંગ 1 થી 3 સ્ટાર અને બીજી વિંગ 4 થી 5 સ્ટાર રેટિંગની હોટેલ જોતા હોય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેવી રીતે નક્કી થાય છે હોટેલનું રેટિંગ ?

આ માટે કમિટી કેટલાક માપદંડોના આધારે રેટિંગ આપે છે. એવું કહેવાય છે કે રેટિંગ માટે અરજી કર્યા પછી, સમિતિની એક ટીમ હોટેલની મુલાકાત લેતી હતી અને ત્યાંની સેવા, સ્વચ્છતા, હોટેલના રૂમ, તેમની કદ અને અન્ય એસેસરીઝની તપાસ કરતી હતી. તે પછી તેઓ તેમની ગાઈડલાઈન સાથે મેળ ખાતાં આધારે રેટિંગ નક્કી કરે છે. એવું કહેવાય છે કે અગાઉ આ તપાસ માટે સમિતિ હોટલમાં એક કે બે જણ રોકાતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા થોડા કલાકો સુધી ચાલે છે અને થોડા સમય પછી કમિટી આ નિર્ણય લે છે.

રેટિંગ પર ચર્ચા કરતી વખતે રૂમ, બાથરૂમનું કદ, એસી, જાહેર વિસ્તાર, લોબી, રેસ્ટોરન્ટ, બાર, શોપિંગ, કોન્ફરન્સ હોલ, બિઝનેસ સેન્ટર, હેલ્થ ક્લબ, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ, વિકલાંગ લોકો માટે વિશેષ સેવા અને સુરક્ષા વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે.

આ છે રેટિંગના પ્રકાર

હોટલના રેટિંગની બે કેટેગરી છે, જેમાં સ્ટાર કેટેગરી અને હેરિટેજ કેટેગરીનો સમાવેશ થાય છે. સ્ટાર કેટેગરીમાં હોટેલ્સને 5 સ્ટાર ડીલક્સ, 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર, 2 સ્ટાર અને 1 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. તે જ સમયે, હેરિટેજ શ્રેણીમાં, હેરિટેજ ગ્રાન્ડ, હેરિટેજ ક્લાસિક, હેરિટેજ બેઝિક વગેરેનું રેટિંગ પણ આપવામાં છે. જે હોટલમાં સુવિધા વઘારે તેનું રેટિંગ વધારે હોય છે અને જે હોટલમાં સુવિધા ઓછી તેનું રેટિંગ ઓછું હોય છે.

Next Article