હવે ગ્લાસ સ્કાય વૉલ્ક માટે China જવાની જરૂર નથી, ભારતમાં આ જગ્યા પર ખૂલ્યું છે Glass SkyWalk

હવે ગ્લાસ સ્કાય વૉલ્ક માટે China જવાની જરૂર નથી, ભારતમાં આ જગ્યા પર Glass SkyWalk ખૂલ્યું છે.  બિહારના રાજગીરમાં નેચર સફારી, ગ્લાસ સ્કાઈઝ અને આઠ સીટરનો રોપ-વે સામાન્ય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે.

હવે ગ્લાસ સ્કાય વૉલ્ક માટે China જવાની જરૂર નથી, ભારતમાં આ જગ્યા પર ખૂલ્યું છે Glass SkyWalk
China glass bridge
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 27, 2021 | 4:46 PM

હવે ગ્લાસ સ્કાય વૉલ્ક માટે China જવાની જરૂર નથી, ભારતમાં આ જગ્યા પર Glass SkyWalk ખૂલ્યું છે.  બિહારના રાજગીરમાં નેચર સફારી, ગ્લાસ સ્કાઈઝ અને આઠ સીટરનો રોપ-વે સામાન્ય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે. રોપવે પાસે 20 કેબીન છે અને એક કલાકમાં 800 લોકો મુસાફરી કરી શકશે. ઉદ્ઘાટન પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે ઈકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ એક અલગ પાંખ (વિંગ) હશે. અમે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યા છીએ. પર્યટક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Nitish kumar visits glass sky walk bridge

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજગીરની સાથે પટણા, ગયા, બોધગયા, વૈશાલી, વાલ્મીકી નગર, ભાગલપુર અને બાંકા સહિત સમગ્ર રાજ્યમાં ઈકો ટૂરિઝમ વિકસિત થવાની સંભાવનાઓ પર કામ શરૂ કરાયું છે. આ જળજીવન-હરિયાળી કાર્યક્રમને સફળ બનાવશે અને પર્યટનનો વિકાસ પણ થશે. તેનો હેતુ લોકોને ખાસ કરીને નવી પેઢીને પ્રકૃતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવાનો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે નેચર સફારીમાં બંને તરફથી નક્કર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તે સમગ્ર દિવસ દરમ્યાન ખુલ્લો રહેશે. લોકો ટિકિટ લઈએ અહીં મુલાકાત લઈ શકશે. પાછા ફરતી વખતે અહીં મુલાકાત લેનાર પ્રવાસીઓને વળતી વખતે તેના ફોટાઓ ભેટ કરવામાં આવશે. અહીં રાત્રે ફરવા જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જો કે પ્રકૃતિ સફારી પર્યટન સાથે સંકળાયેલ છે, તે વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રાખવામાં આવી છે, જેથી આ વિભાગ પ્રકૃતિને પોતાનો સમજી શકે, તેને વધુ સારી રીતે બચાવી શકે. યુવાઓને પ્રકૃતિ સફારી તરફ દોરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. 19.29 કરોડની યોજના પર નેચરલ સફારી પર ત્રણ વર્ષ પહેલા કામ શરૂ કરાયું હતું, જે સમય પૂર્વે પૂર્ણ થયું હતું. નેચર સફારીમાં શૂટિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે નેચર સફારીમાં ગ્લાસ સ્કાય વૉલ્ક (Glass Sky Walk) અને સસ્પેન્શન બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. લોકો ખુશ છે કે દેશનો પહેલો ગ્લાસ સ્કાય વૉલ્ક બિહારના રાજગીરમાં બનાવવામાં આવ્યું છે. નેચર સફારીમાં લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવી છે. લોકો નેચર સફારીમાં જીપ લાઈન દ્વારા એક છેડેથી બીજી તરફ જશે. જીપ લાઇન પર સાયકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ અહીં પગપાળા અને સાયકલ દ્વારા પણ ફરવા જઈ શકે છે. અહીં સાયકલની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સાયકલ પણ આજુબાજુ ફરશે. અહીં નવી પેઢીના લોકોને રમવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા લોકોના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંનો આખો વિસ્તાર આઠ કિલોમીટરથી વધુ છે.

બખ્તિયારપુર-રાજગીર ડબલ લાઈન માટે કેન્દ્ર સાથે વાત કરશે બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા રેલ્વે બ્લોકના વિકાસના સવાલ પર મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર સાથે તેની ડબલ લાઈન વિશે વાત કરશે. તે પણ મહત્વનું છે. કહ્યું કે હું રેલ્વે મંત્રી હતો, તેથી ગયા રેલવે માર્ગને રાજગીર સાથે જોડ્યો હતો. આ રેલ્વે લાઈનને ડબલ કરવા અંગે તેઓ કેન્દ્ર સરકાર સાથે પણ વાત કરશે. તેનાથી અહીં ધંધાકીય પ્રવૃત્તિઓ વધશે. રાજગીરમાં એક ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે.

ઝૂ-સફારીનું ટૂંક સમયમાં થશે ઉદ્ઘાટન મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં ઝૂ-સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ માટે લાવવામાં આવતા પ્રાણીઓને અહીંના વાતાવરણમાં સેટ થવા માટે થોડો સમય લાગશે. પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી તરકિશોર પ્રસાદ, ગ્રામ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, વન અને પર્યાવરણ પ્રધાન નીરજસિંહ બબલુ, પર્યટન પ્રધાન નારાયણ પ્રસાદ, સાંસદ કૌશલલેન્દ્ર કુમાર, ધારાસભ્ય કૌશલ કિશોર, મુખ્ય પ્રધાન સચિવ દીપક કુમાર, ડીજીપી એસ.કે. સીએમ ચંચલ કુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Assam Assembly Election 2021: આસામમાં બપોર સુધીમાં 47 ટકા મતદાન, મતદાન માટે લોકોમાં ઉત્સાહ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">