નવા વર્ષની ઉજવણીમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની જલસા, દર મિનિટે 8 થી 9 હજાર ઓર્ડર પ્લેસ થયા

|

Jan 01, 2022 | 6:58 PM

કોરોનાના ભય વચ્ચે લોકોએ બહાર પાર્ટીમાં જવાને બદલે ઘરે જ નવા વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યુ, પરિણામે ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની ચાંદી જ ચાંદી થઇ ગઇ.

નવા વર્ષની ઉજવણીમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની જલસા, દર મિનિટે 8 થી 9 હજાર ઓર્ડર પ્લેસ થયા
Zomato got 8000 and Swiggy got 9000 orders every minute in new year celebration

Follow us on

સ્વિગી અને ઝોમેટો (Zomato) 1 જાન્યુઆરીથી મોંઘા થઈ જશે, પરંતુ નવા વર્ષની પૂર્વ સાંજે ફૂડ-ડિલિવરી એપ્સને (Food Delivery Apps) જાણે જલસા પડી ગયા. મોટાભાગના લોકો ઓમિક્રોનના (Omicron) ડરને કારણે નવા વર્ષની પૂર્વ સાંજની (New Year Evening) પાર્ટીમાં લોકોએ હાજરી આપી નહીં અને તેના કારણે સ્વિગી અને ઝોમેટો પરના ઓર્ડરની સંખ્યા અપેક્ષાઓ કરતાં વધી ગઈ. સ્વિગીને પ્રતિ મિનિટ 9000 થી વધુ ઓર્ડર મળ્યા અને ઝોમેટો પર ઓર્ડરની સંખ્યા પ્રતિ મિનિટ 8000 ઓર્ડરને વટાવી ગઈ.

સ્વિગીએ ટ્વિટર પર શેર કર્યું કે ફૂડ-ડિલિવરી એપ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 20 લાખ ઓર્ડર પાર કરી ગઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્વિગીનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે, ગયા વર્ષે પ્રતિ મિનિટ માત્ર 5500 ઓર્ડર મળ્યા હતા પરંતુ આ વર્ષે કુલ ઓર્ડરની સંખ્યા પ્રતિ મિનિટ 9000 થઈ ગઈ છે. સ્વિગીએ એ પણ ખુલાસો કર્યો હતો કે બિરયાની સૌથી વધુ ઓર્ડર કરાયેલ ફૂડ છે.

સ્વિગીએ કહ્યું, “દેશમાં બિરયાનીના શોખીન છે. આશ્ચર્યની વાત નથી કે એક મિનિટમાં 1229 બિરયાની ડિલીવર કરવામાં આવી!” સ્વિગીએ કહ્યું કે બિરયાની સિવાય, ભારતીયોએ મોટી સંખ્યામાં બટર નાન, મસાલા ઢોસા, પનીર બટર મસાલા અને ચિકન ફ્રાઈડ રાઇસનો ઓર્ડર આપ્યો હતો. સ્વિગીએ એ પણ શેર કર્યું કે ભારતીયોએ નવા વર્ષની પૂર્વ સાંજના નાસ્તાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. ફૂડ-ડિલિવરી એપમાં 15,458 કાર્ટન ઈંડા, 35,177 બેગ ટામેટાં, 27,574 બેગ ડુંગળી અને 7822 બ્રેડ પેકેટનો સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એ જ રીતે, Zomatoએ પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 2 મિલિયનથી વધુ ઓર્ડર પાર કર્યા. સીઇઓ દીપન્દર ગોયલે એ પણ ખુલાસો કર્યો કે ઓર્ડરની સંખ્યામાં વધારો થવાથી UPI સફળતાના દરને પણ અસર થઈ છે. લોકોએ માત્ર ફૂડનો ઓર્ડર જ નહીં આપ્યો, સ્વિગી અને ઝોમેટોના ગ્રોસરી પ્લેટફોર્મ ઈન્સ્ટામાર્ટ અને લેટ્સ બ્લિંક ઈટને પણ હજારો ઓર્ડર મળ્યા.

તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીથી Swiggy અને Zomato મોંઘા થઈ જશે. ફૂડ-ડિલિવરી એપ્સે 5 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે, જે તેમની રેસ્ટોરન્ટ સર્વિસ પર સરકારના આદેશ મુજબ ઓળખાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સ્વિગી અને ઝોમેટો જેવા ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મ્સે ક્લાઉડ કિચન અને સેન્ટ્રલ કિચન સહિત તેમની ભાગીદાર રેસ્ટોરન્ટ્સ વતી GST ચૂકવવો જોઈએ, જેમની સેવાઓ તેમની એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ છે. સ્વિગી અને ઝોમેટોએ તેને સ્વીકારી લીધું હતું અને હવે તેને 2022ના પ્રથમ દિવસથી લાગુ કરવામાં આવશે.

 

આ પણ વાંચો –

Electric Vehicle: ભારતીય કંપનીએ કર્મચારીઓ માટે ખોલ્યું દિલ, ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે આપશે 3 લાખ રૂપિયા

આ પણ વાંચો –

Technology: વર્ષ 2022 માં કેવું દેખાશે Instagram, એપમાં આવશે ક્યા ક્યા ફિચર ? જાણો અહીં

Next Article