
ઈન્ટરનેટની દુનિયામાં એઆઈ (AI) ટેકનોલોજીની મદદથી કોઈના પણ ચહેરાનો ઉપયોગ કરીને નકલી એટલે કે ડીપફેક (Deepfake) વીડિયો બનાવવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગૂગલની માલિકીની કંપની યુટ્યુબે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. કંપની પોતાના ખાસ એઆઈ ટૂલ ‘લાઈકનેસ ડિટેક્શન’ (Likeness Detection) નું એક્સેસ હવે તમામ લાયક વયસ્ક ક્રિએટર્સ માટે વધારી રહી છે. આ અગાઉ વર્ષ 2024 માં માત્ર પસંદગીના પાર્ટનર પ્રોગ્રામ, પત્રકારો અને સરકારી અધિકારીઓ માટે જ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ આગામી અઠવાડિયામાં આ સુવિધા દરેક યોગ્ય ક્રિએટરને મળી જશે.
આ ટૂલ યુટ્યુબ પર અપલોડ થતા દરેક વીડિયોને બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક સ્કેન કરવા માટે આધુનિક એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે ચોક્કસ ચકાસણી કરે છે કે પ્લેટફોર્મ પર કોઈ વીડિયોમાં તમારી પરવાનગી વગર તમારો નકલી ચહેરો તો નથી બતાવવામાં આવી રહ્યો ને? એકવાર આ ફીચર એક્ટિવ થઈ ગયા પછી અને યુટ્યુબનું વન-ટાઇમ ફેસ વેરિફિકેશન પૂરું કર્યા પછી, આ સિસ્ટમ 24 કલાક બેકગ્રાઉન્ડમાં સક્રિય રહીને નકલી ચહેરાઓ પર નજર રાખે છે.
કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, આ સુરક્ષા ચક્રનો ઉપયોગ નીચે મુજબના યુઝર્સ કરી શકશે:
યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સ ખૂબ જ સરળતાથી ડેસ્કટોપ દ્વારા યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને આ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા દ્વારા ફીચર ઓન કરી શકે છે:
આ નિયમમાં એક મોટો વળાંક એ છે કે આ ટૂલ હાલમાં માત્ર ચહેરાના ડીપફેકને જ પકડી શકશે, ડિજિટલ અવાજ કે વોઈસ ક્લોનને નહીં. એટલે કે, જો કોઈ વીડિયોમાં તમારો ચહેરો કોપી કરાયો હશે તો આ ટૂલ તેને પકડી લેશે, પરંતુ જો કોઈ નકલી ઓડિયો કે આર્ટિફિશિયલ વોઈસ ક્લોનનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેને પકડવામાં આ ટૂલ હજુ સક્ષમ નથી. જોકે, ભવિષ્યમાં તેમાં સુધારો થઈ શકે છે.
જો આ એઆઈ સિસ્ટમ દ્વારા પ્લેટફોર્મ પર કોઈ વીડિયોમાં તમારા ચહેરાનો ગેરકાયદેસર ઉપયોગ થયેલો જોવા મળશે, તો તમને તેની એલર્ટ મળશે. તમે તે કન્ટેન્ટની સમીક્ષા (રીવ્યુ) કરી શકો છો અને યુટ્યુબની પ્રાઇવસી ગાઇડલાઇન્સનો ઉપયોગ કરીને તે નકલી વીડિયોને પ્લેટફોર્મ પરથી કાયમી ધોરણે હટાવવા (રીમુવ કરવા) માટે વિનંતી સબમિટ કરી શકો છો. આનાથી સેલિબ્રિટીઝ અને ક્રિએટર્સને તેમની ડિજિટલ ઓળખ, પ્રાઇવસી અને ખોટી અફવાઓ પર વધુ નિયંત્રણ મળશે.
ડીપફેક ટેકનોલોજીના કારણે ઈન્ટરનેટ પર વધી રહેલા જોખમો વચ્ચે યુટ્યુબનું આ નવું સુરક્ષા કદમ ખૂબ જ આવકારદાયક છે. હવે જોવાનું એ રહેશે કે આ ફીચર વ્યાપક સ્તરે રોલ આઉટ થયા પછી ઈન્ટરનેટ પર નકલી અને ભ્રામક વીડિયોના ફેલાવા પર કેટલી લગામ લગાવી શકાય છે.