તમારું નામ, ફોન નંબર, ઇમેઇલ હવે Google પરથી દૂર કરી શકાય છે, જાણો તમામ માહિતી

|

Apr 29, 2022 | 11:55 PM

Googleની પ્રાઇવસી પોલિસીથી આજે મોટાભાગના વ્યક્તિઓ પરેશાન છે. આજે રૂમમાં લાઈટ ચાલુ કે બંધ કરવી હોય તો પણ લોકો ગૂગલને કમાન્ડ આપે છે. ગૂગલે તાજેતરમાં તેમની પ્રાઇવસી પોલિસીમાં (Privacy Policy) ધરખમ ફેરફારો કર્યા છે.

તમારું નામ, ફોન નંબર, ઇમેઇલ હવે Google પરથી દૂર કરી શકાય છે, જાણો તમામ માહિતી
Google Chrome
Image Credit source: File Photo

Follow us on

કોઈ વ્યક્તિ જ્યારે Google પર કોઈ ચોક્કસ કંપની માટે સર્ચ (Google Search) કરે છે, તો તરત જ તેનું નામ અને ફોન નંબર આવે છે. ઘણીવાર Cyber Crime કરતા લોકો ગુગલ કે અન્ય બ્રાઉઝર પરથી તમારી કિંમતી અંગત માહિતી ચોરી કરી લે છે. આવા ગુના આચરતા લોકો તમને બ્લેકમેઇલ પણ કરી શકે છે. હવે આનો એકમાત્ર ઉપાય એ છે કે ગૂગલ પરથી તમારું નામ, ફોન નંબર અને ઈમેલ દૂર કરો. પરંતુ શું આ શક્ય છે ? જી હા, હવેથી આ શક્ય છે. હવે Google પરથી તમારી અંગત વિગતો દૂર કરી શકાશે. આ કેવી રીતે થશે, તે જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.

ગૂગલ એક વિશાળ માહિતીની ગૂંચવણ ધરાવતો હાઇવે છે, મતલબ કે એકવાર તમે ઉપર ચઢી જાઓ તો નીચે ઉતરવું મુશ્કેલ છે. તમે Google પરથી તમારી સાથે સંબંધિત ઘણી માહિતી દૂર કરી શકો છો. આ અંગે વાત કરતાં ગૂગલે કહ્યું છે કે, હવેથી તમે તમારી અંગત માહિતી ડીલીટ કરી શકો છો.

ગૂગલે તાજેતરમાં તેમની એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ”ગૂગલ સર્ચનો મુખ્ય હેતુ બધાને માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. આ સાથે લોકોને એવા ટૂલ્સ પણ આપવાના છે જેના દ્વારા તેઓ તેમની સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખી શકે. એટલા માટે અમે અમારી પોલિસી અપડેટ કરી રહ્યા છીએ જેના પછી યુઝર્સને તેમની ઓનલાઈન ઉપલબ્ધતા પર વધુ નિયંત્રણ મળશે.”

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જો કે, એવું નથી કે Google પર તમારાથી સંબંધિત માહિતી અગાઉ ડિલીટ કરી શકાતી નથી. પરંતુ તેનો વ્યાપ સીમિત હતો. એટલે કે, જો તમારા ક્રેડિટ કાર્ડથી સંબંધિત વિગતો અથવા બેંક વિગતો Google પર દેખાતી હોય, તો તેને દૂર કરી શકાય છે. પરંતુ હવે નવા અપડેટથી તમે ગુગલ પર ઘણું બધું દૂર કરી શકો છો. તમારી આવી કોઈપણ માહિતી દૂર કરવા માટે, તમારે Googleને એક ફોર્મના રૂપમાં અરજી કરવી પડશે.

તમે ગુગલ પરથી શું- શું દૂર કરી શકો છો?

તમારી ઓળખ સંબંધિત માહિતી અથવા એવી કોઈપણ વિગત કે જેના નામે તમને સાયબર કરાઈમ આચરતા લોકો દ્વારા હેરાન કરવામાં આવી શકે છે. એકવાર તમારી રિકવેસ્ટ ગૂગલને પ્રાપ્ત થઈ જાય, પછી Google નક્કી કરશે કે શું દૂર કરવું અને શું રાખવું. જો તમારી રિકવેસ્ટ ગુગલ દ્વારા સ્વીકારવામાં આવે, તો તમારી માહિતી સાથે સંકળાયેલ URL (વેબસાઇટ અથવા વેબપેજ)નો આખો અથવા ભાગ કાઢી નાખવામાં આવશે.

વ્યક્તિગત માહિતી માટેના નિયમો શું છે?

  1. તમારું આઈડી પ્રૂફ અથવા તેનાથી સંબંધિત કોઈપણ ફોટો.
  2. બેંક ખાતાની વિગતો અથવા ક્રેડિટ કાર્ડ નંબર.
  3. તમારી સહીનો ફોટો.
  4. આરોગ્ય માહિતી અથવા અન્ય કોઈપણ સત્તાવાર રેકોર્ડ.
  5. ફોન નંબર, સરનામું અને ઇમેઇલ જેવી અંગત સંપર્ક વિગતો.

સાયબર હેરેસમેન્ટ સંબંધિત માહિતીને દૂર કરવા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ શરતો પણ છે. જયારે ગુગલ તમારી રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ તમારી માહિતી રીવ્યુ કરશે. પછી તે તમને નોટિફિકેશન મોકલશે કે તેણે તમારી અંગત માહિતી દૂર કરી છે કે નહિ.

એક વાતનું ધ્યાન હંમશા રાખજો કે, Google પરથી તમારી અંગત વિગતો ડિલીટ કરવાનો અર્થ એ નથી કે તમારી માહિતી ઈન્ટરનેટ પરથી ગાયબ થઈ ગઈ છે. ગૂગલ સિવાય ઇન્ટરનેટ પર બીજા ઘણા બ્રાઉઝર છે. આવી પરિસ્થિતિમાં, તમારે તમારી વિગતો દૂર કરવા માટે જે -તે સંબંધિત વેબસાઇટનો પણ સંપર્ક કરવો પડશે.

Published On - 11:51 pm, Fri, 29 April 22

Next Article