Driving License: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના માત્ર 7 દિવસમાં જ મળશે લાયસન્સ, આ છે પ્રોસેસ

હવે તમે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે હવે ચિંતા કરવાની પણ જરૂર નથી કે જો તમે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાઈ જાઓ તો તમારે ભારે દંડ ભરવો પડશે.

Driving License: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના માત્ર 7 દિવસમાં જ મળશે લાયસન્સ, આ છે પ્રોસેસ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 1:22 PM

જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું વિચારી રહ્યાં છો, પરંતુ તમે તેની ટેસ્ટ પાસ નથી કરી શકતા. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે કોઈ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. આ સાથે, તમને માત્ર સાત દિવસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે. અહીં તમે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી ઓનલાઈન કરી શકો છો. તમારે હવે ચિંતા કરવાની પણ જરૂર નથી કે જો તમે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાઈ જાઓ તો તમારે ભારે દંડ ભરવો પડશે.

18 વર્ષથી ઓછી ઉંમરમાં ફક્ત લર્નિંગ લાયસન્સ જ મળશે

દર મહિને હજારો લોકો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરે છે. પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાને કારણે ઘણા લોકોને લાઇસન્સ મળતું નથી. ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એક્ટના નિયમો હેઠળ, 16 થી 18 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે. પરંતુ તેને માત્ર લર્નિંગ લાયસન્સ જ મળશે. આ લાયસન્સ મળ્યા બાદ વ્યક્તિ માત્ર ગિયર વગરનું જ વાહન ચલાવી શકશે. જો તમે ગિયર સાથે વાહન ચલાવવા માંગો છો, તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું પડશે.

આ લાઇસન્સ બનાવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે આરામથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. એકવાર તમે ટેસ્ટ પાસ કરી લો, પછી તમે સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. પરંતુ લાઇસન્સ મેળવવા માટે, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી આવશ્યક છે. તમારા ઘરનું સરનામું અને ઉંમરનો પુરાવો આપ્યા પછી, તમને સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ થઈ જાય તો તમે લર્નિંગ લાયસન્સ નહીં રાખી શકો. આ પછી, વ્યક્તિને કલમ 4 હેઠળ લર્નિંગ લાયસન્સ રાખવાની મંજૂરી આપવામાં આવે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

  • ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ માટે તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાનો વિકલ્પ મળશે.
  • તમારે તમામ દસ્તાવેજો આપવા પડશે, ત્યારબાદ RTO તેની ચકાસણી કરશે.
  • દસ્તાવેજો ક્લિયર થયા પછી, તમને સાત દિવસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે.
  • ધ્યાનમાં રાખો કે ટેસ્ટ આપ્યા વિના, તમે ફક્ત લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">