આતુરતાનો અંત! હવે તમે WhatsApp સ્ટેટસ પર લાંબો વીડિયો શેર કરી શકશો, ટૂંક સમયમાં જ આ ફીચર થશે શરૂ

|

Mar 19, 2024 | 5:10 PM

અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવું ફીચર આવ્યા બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

આતુરતાનો અંત! હવે તમે WhatsApp સ્ટેટસ પર લાંબો વીડિયો શેર કરી શકશો, ટૂંક સમયમાં જ આ ફીચર થશે શરૂ
WhatsApp

Follow us on

WhatsApp એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી WhatsApp એ તાજેતરમાં ઘણા નવા ફીચર્સ લાવ્યા છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.

અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવું ફીચર આવ્યા બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

ઘણા સમયથી આ ફીચરની માંગ હતી

કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાંચો Vodafone Ideaના કરોડો યુઝર્સ માટે સારા સમાચાર, Viએ લોન્ચ કર્યો 169 રૂપિયાનો સસ્તો પ્લાન, ફ્રી મળશે Hotstar સબસ્ક્રિપ્શન

Next Article