Year Ender 2021: જાણો વર્ષ 2021માં ISRO અને NASAની સિદ્ધિઓ અને ગ્રહણ વિશે

વર્ષ 2021માં વીતી ગયેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ (solar and lunar eclipse of 2021)ની યાદી પ્રસ્તુત કરી રહ્યા છીએ સાથે ISRO અને NASA દ્વારા કરવામાં આવેલી મહત્વની ઘટના કે લોન્ચ કરવામાં આવેલી સેટેલાઈટ વિશે પણ જણાવીશું.

Year Ender 2021: જાણો વર્ષ 2021માં ISRO અને NASAની સિદ્ધિઓ અને ગ્રહણ વિશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:14 PM

વર્ષ 2022ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકોમાં એક નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર જોવા મળશે. આ સાથે નવા વર્ષમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પણ થશે. પરંતુ આજે અમે તમને વર્ષ 2021માં વીતી ગયેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ (solar and lunar eclipse of 2021) ની તારીખ અને સમયની યાદી પ્રસ્તુત કરી રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણનું ઘણું મહત્વ હોય છે, જેથી વર્ષના અંતમાં ફરી વાર આપની યાદી રૂપે તેને અહીં રજૂ કરી રહ્યા છીએ સાથે સાથે ISRO અને NASA દ્વારા કરવામાં આવેલી મહત્વની ઘટના કે લોન્ચ કરવામાં આવેલી સેટેલાઈટ વિશે પણ જણાવીશું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ 

10 જૂન, 2021- વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂને થયું હતું. આ ગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાયું હતું. આ સિવાય આ ગ્રહણ ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગમાં યુરોપ અને એશિયામાં આંશિક રીતે ઉત્તરી કેનેડા, રશિયા અને ગ્રીનલેન્ડમાં જોવા મળ્યું હતું.

વર્ષ 2021નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ

4 ડિસેમ્બર, 2021- આ દિવસે વર્ષ 2021નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ હતું. આ ગ્રહણ ભારતમાં જોઈ શકાયું ન હતું. તે એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં દેખાયું હતું.

વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ

26 મે 2021- આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હતું. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હતું. તે ભારતમાં છાયા ગ્રહણ તરીકે જોવા મળ્યું હતું, જ્યારે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકામાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ

19 નવેમ્બર, 2021- 19 નવેમ્બરે, વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લગભગ 11.30 વાગ્યે થયું હતું, જે સાંજે 05.33 વાગ્યે સમાપ્ત થયું હતું. આ આંશિક ચંદ્રગ્રહણ હતું. તે ભારત, અમેરિકા, ઉત્તર યુરોપ, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરમાં જોવા મળ્યું હતું.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે. ગ્રહણ દરમિયાન પૂજા વગેરેની પણ મનાઈ કરવામાં આવે છે. ગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રાખવામાં આવે છે.

ISRO 2021

PSLV-C51

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (The Indian Space Research Organization- ISRO)એ વર્ષ 2021માં અવકાશમાં વધુ એક સફળતા હાંસલ કરી છે. ISROના પોલાર સેટેલાઈટ લોંચ વ્હીકલ (PSLV-C51)એ આ વખતે 19 ઉપગ્રહો સાથે ટેકઓફ કર્યું છે. એટલું જ નહીં, આ વખતે તેની સાથે ભગવદ ગીતાની ઈલેક્ટ્રોનિક કોપી પણ મોકલવામાં આવી હતી. PSLV-C51 એ 28 ફેબ્રુઆરી (28 February 2021)એ બ્રાઝિલના એમેઝોનિયા-1, પ્રાથમિક ઉપગ્રહ સિવાય 18 અન્ય ઉપગ્રહો વહન કર્યા. જોકે પહેલા 20 ઉપગ્રહો જવાના હતા, પરંતુ રિહર્સલ લોંચ માટેના ઉપગ્રહો ઓછા થઈ ગયા હતા.

ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની (Indian Space Association)શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 ઓક્ટોબર 2021એ ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની (Indian Space Association) શરૂઆત કરી હતી. આ અવસરે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે અવકાશ સુધારાની વાત કરીએ છીએ ત્યારે અમારો અભિગમ 4 સ્તંભો પર આધારિત છે. પ્રથમ, ખાનગી ક્ષેત્રને નવીનતા કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. બીજું, સમર્થક તરીકે સરકારની ભૂમિકા. ત્રીજું, યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા અને ચોથું અવકાશ ક્ષેત્રને સામાન્ય માણસ માટે પ્રગતિના સ્ત્રોત તરીકે જોવું.

NASA 2021

નાસાએ આ વર્ષે સુપરસોનિક એરક્રાફ્ટ અને નેક્સ્ટ જનરેશન સ્પેસ ટેલિસ્કોપ માટેની ટેક્નોલોજી સહિતની ઘણી નવી ટેક્નોલોજીઓનું પણ પરીક્ષણ કર્યું છે. NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને (NASA Administrator Bill Nelson) એક નિવેદનમાં કહ્યું “NASA ખાતે અમે વિજ્ઞાનની કલ્પનાને વિજ્ઞાનની હકીકતમાં ફેરવી રહ્યા છીએ. આમાં અવકાશયાત્રીઓને અમેરિકન ભૂમિથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જવા અને પર્સિવરેન્સ રોવરને મંગળ પર ઉતારવાનો સમાવેશ થાય છે (landing the Perseverance Rover on Mars).

નેલ્સને પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે “અમે અન્ય ગ્રહ પર પ્રથમ ઉડાન કરવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2021 વિશ્વની અગ્રણી અવકાશ એજન્સી અને માનવતા માટે સીમાચિહ્ન રૂપ જેવું વર્ષ રહ્યું છે. નવી શોધો અને ટેકનોલોજીકલ એડવાન્સિસ સાથે અમે આવતા વર્ષે આનાથી પણ વધુ સીમાચિહ્નો હાંસલ કરીશું, અમારી આર્ટેમિસ એક્સપિડિશન 1 ભવિષ્યના ચંદ્ર પ્રવાસીઓ અને અન્ય મિશન માટે માર્ગદર્શક પ્રકાશ સાબિત થશે.”

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (James Web Space Telescope) માટેની તૈયારીઓ

ઘણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ સાથે નાસાએ આ વર્ષે તેના મહત્વાકાંક્ષી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની તૈયારીમાં ઘણો સમય વિતાવ્યો અને તેને લોન્ચ કરવા માટે તૈયાર કર્યું. આ સાથે પર્સિવરેન્સ રોવરને મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું (landing the Perseverance Rover on Mars) અને ઈન્જેન્યુઈટી માર્સ હેલિકોપ્ટરે (the Ingenuity Mars helicopter) ત્યાં ઘણી સફળ ઉડાન ભરી. આ બીજા ગ્રહ માટે પ્રથમ ઊર્જાસભર નિયંત્રિત ફ્લાઇટ હતી.

આ પણ વાંચો: Year Ender 2021: મિતાલી રાજે આ વર્ષે અનેક ઈતિહાસ રચ્યા, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પુરૂષ કેપ્ટન પણ કરી શક્યા નથી

આ પણ વાંચો: Year Ender 2021:મમતા બેનર્જીથી લઈને ઓવૈસી સુધીના નેતાઓના 5 વિવાદાસ્પદ નિવેદનો, જેણે દેશમાં ભારે હોબાળો મચાવ્યો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">