ક્લબહાઉસના યૂઝર્સ માટે ચિંતાજનક સમાચાર, ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યા છે યૂઝર્સના નંબર્સ

|

Jul 25, 2021 | 3:14 PM

એપ્લિકેશન તરફથી કથિત ડેટા લીકની પુષ્ટિ કરવામાં આવી નથી. સ્વતંત્ર સુરક્ષા શોધકર્તા રાજશેખર રાજહરિયાએ આ વાતને ફેક ગણાવી છે.

ક્લબહાઉસના યૂઝર્સ માટે ચિંતાજનક સમાચાર, ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યા છે યૂઝર્સના નંબર્સ
Clubhouse users' numbers are being sold on the Dark Web

Follow us on

ક્લબહાઉસ (Clubhouse) એપ્લિકેશન ટૂંક જ સમયમાં પોપ્યુલર થઇ ગઇ છે. જો તમે પણ ક્લબહાઉસ એપ્લિકેશન વાપરી રહ્યા છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. કારણ કે ક્લબહાઉસ વાપરતા લાખો લોકોના મોબાઇલ નંબર લીક થઇ ગયા છે અને તે નંબર ડાર્ક વેબ (Dark Web) પર વેચવામાં આવી રહ્યા છે. આ વાતની જાણકારી ખુદ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ જિતેન જૈને (Jiten Jain) આપી છે. આ લોકપ્રિય ઑડિયો ચેટ એપ્લિકેશનના ડેટાસેટમાં ફક્ત મોબાઇલ નંબર દેખાય છે. તે અન્ય કોઇ જાણકારી નથી દેખાડતુ

 

પ્રમુખ સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ જિતેન જૈનએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, ‘ક્લબહાઉસ યૂઝર્સના 3.8 બિલિયન (380 કરોડ) ફોન નંબર્સને ડાર્કનેટ પર વેચવામાં આવી રહ્યા છે. તેમાં યૂઝર્સના ફોનબુકમાં રહેલા લોકોના નંબરને સિંક કરવામાં આવ્યા છે. માટે જ સંભાવના છે કે તમારો નંબર પણ આ લિસ્ટમાં સામેલ હોય ભલે પછી તમે ક્લબહાઉસને ક્યારે લોગિન ન કર્યુ હોય.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

તમને જણાવી દઇએ કે, એપ્લિકેશન તરફથી કથિત ડેટા લીકની પુષ્ટિ કરવામાં આવી નથી. સ્વતંત્ર સુરક્ષા શોધકર્તા રાજશેખર રાજહરિયાએ આ કથિત ડેટાને ફેક ગણાવ્યુ છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ કે, ‘એક હેકર ક્લબહાઉસના 3.8 બિલિયન ફોન નંબર્સને વેચી રહ્યો છે. આ વાત સંપૂર્ણ પણે ખોટી લાગી રહી છે. આમાં કોઇના નામ કે ફોટો સિવાય ફક્ત નંબર જ દેખાય છે. ફોન નંબરની લિસ્ટને સરળતાથી બનાવી શકાય છે.’

 

તમને જણાવી દઇએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરીકાના સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ચેતવણી આપી હતી કે આ એપ ચીનની સરકારને યૂઝર્સના ઑડિયો ડેટા લીક કરી શકે છે. સ્ટૈનફોર્ડ ઇન્ટરનેટ ઑબ્ઝર્વેટરી (SIO) એ દાવો કર્યો હતો કે અગોરા, રીયલ-ટાઇમ એન્ગેજમેન્ટ સૉફ્ટવેરનું શંઘાઇ સ્થિત પ્રદાતા, ક્લબબાઉસ એપને બેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપૂર્તિ કરે છે.

 

આ પણ વાંચો – Ragging is Crime: વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી, જાણો શું છે રેગિંગ વિરોધી કાયદો અને તેનો ઇતિહાસ ?

આ પણ વાંચો – મોટા સમાચાર: Raj Kundra ની કંપનીમાં કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી, અશ્લીલ ફિલ્મોના રેકેટનો ભાંડો ફૂટશે

Next Article