તો શું સમાપ્ત થઈ જશે વોટ્સએપ, ટ્વિટર અને ગૂગલ મેપ જેવી વિદેશી એપનો જમાનો, આ દેશી એપ આપી રહી છે ટક્કર

|

May 05, 2021 | 10:31 PM

ભારતમાં દેશી એપ્સ  ડાઉનલોડ કરતા યુઝર્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારત સરકાર પણ આ દેશી  એપ્સને પ્રોત્સાહન આપી રહી છે. તેથી જોવાનું એ રહેશે કે આ દેશી એપ્લિકેશનો વિદેશી એપ્લિકેશંસ જેવી કે વ વોટ્સએપ, ટ્વિટર અને ગૂગલ મેપ્સ સાથે સ્પર્ધા કરી શકશે કે નહિ.

તો શું સમાપ્ત થઈ જશે વોટ્સએપ, ટ્વિટર અને ગૂગલ મેપ જેવી વિદેશી એપનો જમાનો, આ  દેશી એપ આપી રહી છે ટક્કર
ભારતમાં વિદેશી એપ વોટ્સએપ, ટ્વિટર અને ગૂગલ મેપને ટક્કર આપી રહી છે આ દેશી એપ

Follow us on

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ બાદ ભારતે ચાઇનીઝ સોશિયલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પહેલેથી જ ઓછામાં ઓછી 200 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના ભારતમાં સ્થાનિક એપ્લિકેશન ડેવલપોરની સંખ્યામાં વધારો થયો છે. આ મોબાઇલ એપ્લિકેશન્સ હવે ભારતીય વપરાશકર્તાઓમાં ખૂબ લોકપ્રિય છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતમાં દેશી એપ્સ  ડાઉનલોડ કરતા યુઝર્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારત સરકાર પણ આ દેશી  એપ્સને પ્રોત્સાહન આપી રહી છે. તેથી જોવાનું એ રહેશે કે આ દેશી એપ્લિકેશનો વિદેશી એપ્લિકેશંસ જેવી કે WhatsApp , ટ્વિટર અને ગૂગલ મેપ્સ સાથે સ્પર્ધા કરી શકશે કે નહિ.

WhatsAppને બદલે દેશી એપ Sandes  
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (આઈએમસી) એ ભારતમાં WhatsApp  ‘સેન્ડ્સ’ નું સ્વદેશી સંસ્કરણ લોન્ચ કર્યું છે. જો તમને વોટ્સએપની ગોપનીયતા નીતિ વિશે ચિંતા છે, તો હવે તમારી ચિંતા સમાપ્ત થઈ જશે. સેન્ડ્સ એપ્લિકેશન આઇઓએસ અને એંડ્રોઇડ બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. સેન્ડ્સ એપમાં એવી ઘણી સુવિધાઓ મળી આવી છે જે નવી છે. જે WhatsAppમાં આપવામાં આવી છે. આ એપમાં તમને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, કોન્ટેક્ટ શેરિંગ, મેસેજ સ્ટાઇલ, ગ્રુપ ચેટિંગ, વીડિયો અને WhatsApp ના   વોઇસકોલ જેવી તમામ સુવિધાઓ મળશે.

TikTok અને  Instagram   બદલે દેશી એપ  Moj 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મોજ એપ્લિકેશન લોકોમાં લોકપ્રિય છે. આ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ટિક-ટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સના વિકલ્પ તરીકે થઈ શકે છે. મોજ એપ્લિકેશન વિશે વાત કરીએ તો, તે ટૂંકો વિડિઓ શેરિંગ એપ્લિકેશન છે. આ ઉપરાંત તે એક નેટીવ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં, વપરાશકર્તાઓ તેમની વિડિઓઝને શેર કરી શકે છે અને સાથે સાથે અન્યના વિડિઓઝ પણ શેર કરી શકે છે. વિડિઓની સમયમર્યાદા 15 સેકંડ છે. એટલે કે, વપરાશકર્તાઓ 15 સેકંડનો વિડિઓ બનાવીને તેને ફિલ્ટર અને શેર કરી શકે છે. મોજ એપમાં ડાન્સ, કોમેડી, વ્લોગ, ફૂડ, ડીઆઈવાય, મનોરંજન, સમાચાર, ફની વીડિયો, ગીતો અને લવ શાયરી જેવી ઘણી વિડિઓઝ કેટેગરી છે.

Twitter ની દેશી એપ્લિકેશન  K00
દેશમાં આત્મનિર્ભર ભારતની પહેલના પ્રયત્નો તીવ્ર બન્યા છે. કુ એપ્લિકેશનને ટ્વિટરનું મૂળ સંસ્કરણ કહેવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ટ્વિટરની ટક્કરમાં તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કુ એપ્લિકેશન હાલમાં ભારતીય ભાષાઓ હિન્દી, તેલુગુ, બંગાળી, તમિલ, મલયાલમ, ગુજરાતી, પંજાબી, ઉડિયા અને આસામીને સમર્થન આપે છે. તે ટ્વીટરની જેમ જ કામ કરે છે. તાજેતરમાં આ એપ્લિકેશનમાં એક વિશેષ સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સ હવે તેમની પ્રાદેશિક ભાષામાં વાત કરીને સંદેશાઓ લખી શકશે.

Google Maps ની બદલે એપ્લિકેશન Map My India
ગૂગલ મેપ્સે લોકોની ઘણી સમસ્યાઓ હળવી કરી દીધી છે, પરંતુ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે એક સ્વદેશી એપ્લિકેશન આવી છે, જેથી તમે ગૂગલ મેપ જેવા સ્થાનને રાખી શકો છો આ સ્વદેશી એપ્લિકેશન મેપ માય ઈન્ડિયા નામથી આવશે. આ સ્વદેશી કંપની મેપ માય ઇન્ડિયાએ ગૂગલ મેપ જેવી એપ બનાવવા માટે ઇસરો સાથે હાથ મિલાવ્યા છે. આ ડેટાના આધારે મેપ માય ઇન્ડિયા એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે લોકોને સેવા આપશે.

PUBG ની બદલે એપ્લિકેશન FAU-G
દેશી PUBG માનવામાં આવતી મોબાઇલ ગેમ એપ્લિકેશન એફએયુ-જી, ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તમે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

Next Article