ફોન કનેક્શન વગર લેપટોપ અને કોમ્પ્યુટર પર ચાલશે WhatsApp, આવી રહ્યું છે નવું ફીચર

|

Mar 08, 2021 | 2:29 PM

છેલ્લા કેટલા સમયથી યુઝર લેપટોપ અને કોમ્યુટર પર WhatsApp ચલાવી રહ્યા છે. WhatsApp Web એક સ્વતંત્ર એપ તરીકે કેમ લોન્ચ કરવામાં નથી આવતી. આખરે લેપટોપ અને કોમ્પ્યુટર પર WhatsApp ચલાવવા માટે ફોનની જરૂરત રહે છે.

ફોન કનેક્શન વગર લેપટોપ અને કોમ્પ્યુટર પર ચાલશે WhatsApp, આવી રહ્યું છે નવું ફીચર
WhatsApp

Follow us on

છેલ્લા કેટલા સમયથી યુઝર લેપટોપ અને કોમ્યુટર પર WhatsApp ચલાવી રહ્યા છે. WhatsApp Web એક સ્વતંત્ર એપ તરીકે કેમ લોન્ચ કરવામાં નથી આવતી. આખરે લેપટોપ અને કોમ્પ્યુટર પર WhatsApp ચલાવવા માટે ફોનની જરૂરત રહે છે. આ માટે ફોનનું લેપટોપ અથવા કોમ્પ્યુટરની પાસે હોવું ખુબ જ જરૂરી છે. જો ફોનનું ઇન્ટરનેટ કનેક્શન ના હોય તો લેપટોપ અને કોમ્પ્યુટર પર WhatsApp ઍક્સેસ ના થઇ શકે.

આ સાથે જ જ્યારે ફોનની બેટરી ઓછી હોય ત્યારે પણ લેપટોપ અને કમ્પ્યુટરમાં WhatsApp ચાલવાનું બંધ કરે છે. યુઝર્સની ફરિયાદ રહે છે કે, કામ દરમિયાન ઘણી અસુવિધા થાય છે. હાલમાં જ ફેસબુક અને વોટ્સઅપ જલ્દી જ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર લઈને આવી રહી છે. કંપનીનું માનવું છે કે, તેનાથી લેપટોપ અને કોમ્યુટર પર ફોનની બેટરી ડાઉન થવા અથવા તો કનેક્શન ના હોવા પર વોટ્સઅપ કોલિંગ થઇ શકશે. વોટ્સઅપની જેમ જ હાલમાં જ યુઝર્સએ વોટ્સઅપના ડેસ્કટોપમાં વોટ્સઅપ કનેકશન વગર કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ એ વાતનો સંકેત છે કે વોટસએપ તરફથી જલદી જ WhatsApp Web ને એપ તરીકે લોન્ચ કરવામાં આવશે. જેનાથી લેપટોપ અને કોમ્પ્યુટર પર ફોનને કનેક્ટર થવાની જરૂરિયાત નથી રહે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

WhatsApp ફીચર લીક કરનારી વેબસાઇટ WABetaInfo અહેવાલ મુજબ, જ્યારે તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન નહીં હોય ત્યારે પણ WhatsApp એપ્લિકેશનમાં વિક્ષેપ આવશે નહીં. તે આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન ડિવાઇસેસ પર સ્વતંત્ર રીતે કાર્ય કરશે. જણાવી દઈએ સિગ્નલ અને વાઇબર એપ્લિકેશનમાં પહેલેથી જ આવી જ કેટલીક સુવિધા આપવામાં આવી છે.

Next Article