WhatsApp Trick : વોટ્સએપ પર આ સ્ટેપ ફોલોવ કરીને તમારા મિત્રો સાથે કરો પ્રેન્ક

કેટલીક એવી કુલ ટ્રિક્સ છે કે જેના ઉપયોગથી તમે સામે વાળી વ્યક્તિને બ્લેન્ક મેસેજ કરી શક્શો. આને માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.

WhatsApp Trick : વોટ્સએપ પર આ સ્ટેપ ફોલોવ કરીને તમારા મિત્રો સાથે કરો પ્રેન્ક
You can prank with your friends on WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 3:50 PM

Technology : દુનિયાભરમાં લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ લાખો, કરોડો લોકો વોટ્સએપને જ મેસેજ કે કોલ કરવા માટે પસંદ કરે છે. વોટ્સએપ પણ યૂઝર્સને તેમા નવા નવા અપડેટ્સ આપતું રહે છે. દર થોડા દિવસે કંપની નવા ફિચર્સ લોન્ચ કરે છે અને પ્રયત્ન કરે છે કે તેના યૂઝર્સ માટે એપને વધુ સરળ બનાવે લોકો પણ એપ માટે નવી નવી ટ્રીક અને ટીપ્સ શોધી લાવતા હોય છે આજે આપણે એવી જ એક ટ્રીક વિશે વાત કરીશું. જેના ઉપયોગથી તમે તમારા ફ્રેન્ડ અથવા તો પાર્ટનર સાથે પ્રેન્ક કરી શક્શો.

વોટ્સએપ પર તમે કઇ ટાઇપ કર્યા વિના મેસેજ મોકલી શક્તા નથી. એટલે કે વોટ્સએપ પર તમે બ્લેન્ક મેસેજ મોકલી શક્તા નથી. પરંતુ કેટલીક એવી કુલ ટ્રિક્સ છે કે જેના ઉપયોગથી તમે સામે વાળી વ્યક્તિને બ્લેન્ક મેસેજ કરી શક્શો. આને માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો જાણો કઇ એપના ઉપયોગથી કઇ રીતે તમે વોટ્સએપ પર બ્લેન્ક મેસેજ મોકલી શક્શો ?

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ રીતે મોકલશો બ્લેન્ક મેસેજ

  • સૌથી પહેલા તમે પ્લે સ્ટોરમાંથી Empty- No Word For WA એપ ડાઉનલોડ કરી લો.
  • ડાઉનલોડ કર્યા બાદ તમે એપને ઓપન કરો
  • એપમાં તમને બ્લેન્ક મેસેજનું ઓપ્શન જોવા મળશે.
  • નીચે તમને કેરેક્ટર ઓપ્શન જોવા મળશે. અહીં તમારે કેટલા કેરેક્ટરનો મેસેજ મોકલવો છે તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
  • જો તમને 15 હજાર કેરેક્ટરનો બ્લેન્ક મેસેજ મોકલવો છે તો સિલેક્ટ કરીને કોપી કરી લો
  • હવે વોટ્સએપ ઓપન કરીને જે પણ વ્યક્તિને આ મેસેજ મોકલવો છે તેની ચેટ ઓપન કરો
  • હવે અહીં પેસ્ટ કરીને સેન્ડ કરશો તો, બ્લેન્ક મેસેજ સેન્ડ થઇ જશે

કઇ રીતે સેટ કરશો બ્લેન્ક સ્ટેટસ ?

  • Empty- No Word For WA એપથી બ્લેન્ક મેસેજ કોપી કરો
  • વોટ્સએપ સ્ટેટસમાં જઇને તેને કોપી કરી દો
  • બસ જેવું તમે સેટ પર ક્લિક કરશો કે તરત જ બ્લેન્ક સ્ટેટસ સેન્ડ થઇ જશે

આ પણ વાંચો – Surat : શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ

આ પણ વાંચો – Raj kundra Arrest case : રાજ કુંદ્રાનો ફોન કબજે, કોર્ટે આ તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">