WhatsApp Payments : ભારતના યૂઝર્સ માટે કંપનીએ લોન્ચ કર્યુ નવુ ફિચર, જાણો શું છે તેનો ઉપયોગ

|

Aug 24, 2021 | 9:43 AM

મેસેજિંગ એપમાં વોટ્સએપે સોથી પહેલા ભારતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે મળીને પેમેન્ટ સુવિધા શરૂ કરી હતી.

WhatsApp Payments : ભારતના યૂઝર્સ માટે કંપનીએ લોન્ચ કર્યુ નવુ ફિચર, જાણો શું છે તેનો ઉપયોગ
WhatsApp has launched a new feature for users in India

Follow us on

WhatsApp એ પોતાના પેમેન્ટ ફિચર્સમાં નવા અપડેટ્સ એડ કર્યા છે. ભારતમાં વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના મિત્રોને પૈસા મોકલતી વખતે પેમેન્ટ બેકગ્રાઉન્ડ પણ જોડી શક્શે. આ ફિચર ફક્ત ભારતીય યૂઝર્સ માટે જ બનાવાયુ છે. કંપનીનું કહેવુ છે કે આ ફિચરની મદદથી લોકો પૈસા મોકલવાની સાથે સાથે પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી શક્શે.

વોટ્સએપનું પેમેન્ટ બેકગ્રાઉન્ડ ફિચર ગુગલ પે ના પેમેન્ટ બેકગ્રાઉન્ડ જેવુ જ દેખાય છે. ગુગલ પે માં તમે પૈસા મોકલતી વખતે કંપનીએ આપેલા ઓપ્શન્સ દ્વારા અલગ અલગ બેકગ્રાઉન્ડ જોડી શકે છે. હવે વોટ્સએપ પર પણ આ રીતે બેકગ્રાઉન્ડ બદલી શકાશે. મેસેજિંગ એપમાં વોટ્સએપે સોથી પહેલા ભારતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે મળીને પેમેન્ટ સુવિધા શરૂ કરી હતી. રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ 227 થી તે વધારે બેન્ક્સ સાથે લેણદેણ કરવા માટે સક્ષમ બનાવે છે.

આ ફિચર વિશે વાત કરતા વોટ્સએપના પેમેન્ટ નિદેશક, મનેશ મહાત્મેએ જણાવ્યુ કે, ‘વોટ્સએપ એક સુરક્ષિત સ્થાન છે જ્યાં લોકો પોતાના વિચારો અને ભાવનાઓને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેયર કરે છે. પેમેન્ટ બેકગ્રાઉન્ડની સાથે અમારા પ્રયાસ વોટ્સએપના માધ્યમથી રોજની ચૂકવણીમાં ઉત્સાહ લાવવાનો છે. અમે જાણીએ છીએ કે પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા એ લેણ-દેણ કરતા કઇંક વધુ છે. ઘણી વખત આ લેણદેણ પાછળની સ્ટોરી અનોખી હોય છે. અમે વધુ સુવિધાઓ અને કાર્યત્મકતા વધારવા માટે તત્પર છીએ અને વોટ્સએપ પર પેમેન્ટ કરવાને ઇન્ટરએક્ટિવ બનાવવાનું ચાલુ રાખીશું’

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

યૂઝર્સને મળશે ઘણા બધા ઓપ્શન્સ

જો તમે રક્ષા બંધન પર તમારી બહેનને પૈસા મોકલો છો તો તમે પેમેન્ટટ કરતી વખતે રક્ષાબંધનને લગતુ કોઇ બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો. તે જ રીતે બર્થ ડે પર કેક અને મિણબત્તી વાળુ બેકગ્રાઉન્ડ, દિવાળી પર ફટાકડા અને મિઠાઇ વાળુ બેકગ્રાઉન્ડ પણ લગાડી શકો છો. વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવેલુ આ ફિચર પેમેન્ટ પાછળની વાર્તાઓને જીવંત કરવામાં મદદ કરશે.

આ રીતે સેટ કરો બેકગ્રાઉન્ડ

– એ ચેટ પર ક્લિક કરો જેના પર પૈસા મોકલવા માંગતા હોવ.
-જેટલા પૈસા મોકલવા માંગતા હોવ તે અમાઉન્ટ એન્ટર કરો.
– બેકગ્રાઉન્ડ આઇકોન પર ટેપ કરો.
– ઉપલબ્ધ ઓપ્શનમાં સ્ક્રોલ કરો અને તે બેકગ્રાઉન્ડ પર ટેપ કરો જેનો ઉપયોગ તમે કરવા માંગતા હોવ.
– પોતાના પેમેન્ટ મેસેજ પર પાછા આવવા માટે અમાઉન્ટ પર ટેપ કરો.
– બસ હવે તમે પેમેન્ટ કરશો ત્યારે તમારુ બેકગ્રાઉન્ડ બદલાયેલુ હશે.

આ પણ વાંચો –

Monsoon Tips : ચોમાસામાં અવનવી વાનગીઓની મજા માણતા આ વાતને અવગણશો નહીં

આ પણ વાંચો –

Zomato Stock : 51% પ્રીમિયમ ઉપર ખુલેલા Zomato નો શેર લાલ નિશાન તરફ સરકી રહ્યો છે, જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતની સલાહ

Next Article