WhatsApp Payment Service : હવે તમે વોટ્સએપ દ્વારા પણ ચેક કરી શકો છો તમારું બેન્ક બેલેન્સ, જાણો રીત

|

Sep 16, 2021 | 10:04 AM

WhatsApp પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લઇને આવે છે અને એજ કડીમાં વોટ્સએપ પેમેન્ટની સુવિધા પણ લઇને આવ્યુ છે. હજી પણ ઘણા લોકો નથી જાણતા કે તેઓ વોટ્સએપની મદદથી બેન્ક બેલેન્સ પણ ચેક કરી શકે છે.

WhatsApp Payment Service : હવે તમે વોટ્સએપ દ્વારા પણ ચેક કરી શકો છો તમારું બેન્ક બેલેન્સ, જાણો રીત
Now You Can Also Check Your Bank Balance Through WhatsApp

Follow us on

WhatsApp ને કેટલાક લોકો પ્રાઇમરી ઇન્સ્ટંટ મેસેજિંગ એપ તરીકે યૂઝ કરે છે. તે ભારતમાં UPI પેમેન્ટની સર્વિસ પણ આપે છે. WhatsApp થી લોકો પૈસા મંગાવી અથવા તો મોકલી શકે છે જેવી રીતે તમે અન્ય કોઇ UPI એપ્લિકેશનથી કરો છો. જો તમે વોટ્સેપ યુપીઆઇ પેમેન્ટને સેટ નથી કર્યુ તો તમે તેને પેમેન્ટ ઓપ્શથી સેટ કરી શકો છો. આ ઓપ્શન તમને એપના સેટિંગ્સમાં મળી જાય છે. આના માટે તમારે ટૉપ રાઇટ પર આપવામાં આવેલા થ્રી લાઇન પર ક્લિક કરવાનું હશે.

તમે એજ બેન્ક એકાઉન્ટને વોટ્સએપ પેમેન્ટમાં જોડી શક્શો કે જે તમારા રજીસ્ટર્ડ નંબર સાથે લિંક્ડ હશે. એટલે કે તમે જે નંબરથી વોટ્સએપનો ઉપયોગ કરો છો તે નંબર સાથે જ તમારુ બેન્ક એકાઉન્ટ કનેક્ટેડ હોવુ જોઇએ. અંતમાં તમારે યુપીઆઇ પીન સેટ કરવાનો હોય છે. આ પીનને તમારે હંમેશા યાદ રાખવુ પડશે કારણ કે તેની મદદથી જ તમે બધા ટ્રાંઝેક્શન્સ કરી શક્શો. તમે વોટ્સએપ પેમેન્ટના માધ્યમથી બેન્ક બેલેન્સ પણ ચેક કરી શકો છો.

WhatsAppની મદદથી આ રીતે જાણો બેન્ક બેલેન્સ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌથી પહેલા WhatsApp ને ઓપન કરો.
હવે તમારે પેમેન્ટ ઓપ્શન પર જવાનું છે.
અહીં તમારું બેન્ક એકાઉન્ટ સિલેક્ટ કરો.
View Account Balance પર ક્લિક કરો.
પીન એન્ટર કરો.
હવે તમને તમારું એકાઉન્ટ બેલેન્સ બતાવી દેશે.

વોટ્સએપ તેના યૂઝરની સુવિધા માટે નવા નવા ફિચર્સ લાવતું રહે છે. ભારતમાં કોરોના કાળ પછી વધી રહેલા ઓનલાઇન ટ્રાંઝેક્શન બાદ વોટ્સએપ અન્ય પેમેન્ટ વોલેટ સાથે સ્પર્ધા કરવા માંગે છે. જોકે વોટ્સએપ તો હાલમાં દરેક ઉંમરના વ્યક્તિઓ યૂઝ કરે છે. વોટ્સએપ લોકો માટે વધુ જાણીતી અને ભરોસાપાત્ર આપ છે જેને કારણે વોટ્સએપની પેમેન્ટ સર્વિસ સક્સેસ જવાની શક્યતા છે.

આ પણ વાંચો –

CM Adityanath Yogiના ‘અબ્બા જાન’ વાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, સ્મૃતિ ઈરાનીએ કર્યો બચાવ તો અખિલેશે સાધ્યું નિશાન

આ પણ વાંચો –

GST Council : આવતીકાલે નાણામંત્રીની અધ્યક્ષતામાં 45 મી GST Council meeting મળશે, જાણો ક્યા મુદ્દા રહેશે કેન્દ્રસ્થાને ?

આ પણ વાંચો –

CPL 2021: સેન્ટ કિટ્સ એન્ડ નેવિસે જીત્યુ ટાઇટલ, ગેઇલ, લુઇસ અને બ્રાવો રહ્યા ફેઇલ, IPL ના નેટ બોલર ડ્રેક્સ રહ્યો ફાઇનલનો સ્ટાર

Published On - 9:54 am, Thu, 16 September 21

Next Article