WhatsApp Payment Service: અન્ય પેમેન્ટ એપની જેમ વોટ્સએપ પણ આપશે કેશબેક, જાણો સંપૂર્ણ માહિતી

|

Sep 24, 2021 | 8:55 AM

આ કેશબેક પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકોને વોટ્સએપ દ્વારા ચુકવણી કરવા માટે 10 રૂપિયાનું કેશબેક મળશે, જો કે તે દરેક પેમેન્ટ પર ઉપલબ્ધ થશે કે પ્રથમ વખત મળશે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

WhatsApp Payment Service:  અન્ય પેમેન્ટ એપની જેમ વોટ્સએપ પણ આપશે કેશબેક, જાણો સંપૂર્ણ માહિતી
Like other payment apps, WhatsApp will also provide cashback

Follow us on

Whatsapp Latest News: જો તમે પણ WhatsApp નો ઉપયોગ કરો છો, તો તમે જોયું હશે કે છેલ્લા એક સપ્તાહથી WhatsApp ચેટની ટોચ પર ચુકવણી સેટઅપ માટે સૂચના આપી રહ્યું છે. આ નોટિફિકેશન iOS અને Android બંને યુઝર્સ માટે જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે વોટ્સએપની પેમેન્ટ સિસ્ટમ લાંબા સમય પહેલા લોન્ચ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેને લોકપ્રિયતા મળી નથી.

ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી અન્ય ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સની જેમ વોટ્સએપ પેએ પણ લોકપ્રિયતા મેળવી નથી. હવે ભારતમાં વોટ્સએપ તેને લોકપ્રિય બનાવવા માટે કેશબેક પ્રોગ્રામ શરૂ કર્યો છે.

વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરતી સાઇટ WaBetaInfo ના રિપોર્ટ અનુસાર, કંપની વોટ્સએપ પે માટે કેશબેક પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને અપેક્ષા છે કે કેશબેક પ્રોગ્રામ નવા ગ્રાહકોને આકર્ષવામાં ખાસ કરીને ભારતમાં ખૂબ આગળ વધશે. તમને જણાવી દઈએ કે વોટ્સએપ પે પણ અન્ય તમામ એપની જેમ UPI પર કામ કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહેવાલ મુજબ, નવી કેશબેક સુવિધા હાલમાં પરીક્ષણ હેઠળ છે. આ સાઈટે સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં ”Get cashback on your next payment’ અને ‘Tap to get started’ સંદેશ સાથે ટોચ પર ગિફ્ટ આયકન પણ જોઈ શકાય છે. આ કેશબેક પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકોને વોટ્સએપ દ્વારા ચુકવણી કરવા માટે 10 રૂપિયાનું કેશબેક મળશે, જો કે તે દરેક પેમેન્ટ પર ઉપલબ્ધ થશે કે પ્રથમ વખત મળશે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

તમને જણાવી દઈએ કે વ્હોટ્સએપ પણ ગોપનીયતા સેટિંગને લગતા આવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની માત્ર તમે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. વોટ્સએપ લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટો અને અબાઉટને લગતું નવું અપડેટ બહાર પાડશે. નવા ફીચરનું બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નવા અપડેટ પછી, વપરાશકર્તાઓ પોતાના માટે નક્કી કરી શકશે કે કયા લોકો તેમના પ્રોફાઇલ ફોટોને જોઈ શકશે અને કોણ નહીં.

આ પણ વાંચો –

2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે, વેલ્યુએશન 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ

આ પણ વાંચો –

PM Modi US Visit Second Day: જો બાઈડેન સાથે આજે થશે મુલાકાત, જાણો વડાપ્રધાનના અમેરિકા પ્રવાસનાં બીજા દિવસનું શેડ્યૂલ

આ પણ વાંચો –

Alert: તહેવારોની સિઝનમાં IED દ્વારા મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં ISI, ગુપ્તચર એજન્સીઓએ આપ્યુ એલર્ટ

Next Article