WhatsApp New Feature : હવે મેસેજ પર પણ આપી શકશો રિએક્શન, જલ્દી જ લોન્ચ થશે ઇમોજી આઇકોન

|

Aug 29, 2021 | 12:24 PM

હમણાં સુધી વોટ્સએપને તમે ફક્ત એક લીલા રંગમાં જ જોયુ છે પરંતુ હવે કંપની યૂઝર્સને કલર ઓપ્શન આપવા જઇ રહી છે. આવનાર આ નવા કલર વોટ્સએપના ડાર્ક અને લાઇટ બંને મોડ માટે ઉપલબ્ધ હશે.

WhatsApp New Feature : હવે મેસેજ પર પણ આપી શકશો રિએક્શન, જલ્દી જ લોન્ચ થશે ઇમોજી આઇકોન
Users will now be able to react to messages

Follow us on

દુનિયાભરના લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના યૂઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા નવા ફિચર્સ રોલ આઉટ કરતુ રહે છે. હાલમાં વોટ્સએપ એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ મેસેજ પર રિએક્શન આપી શક્શે. આ રિએક્શન ફેસબુક, ટ્વીટર અને મેસેન્જર પ્લેટફોર્મની જેમ હોય શકે છે. આ ફિચરથી યૂઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ વધુ સારો બનશે અને દરેક મેસેજ માટે ટાઇપ કરવાની જરૂર નહી પડે. વોટ્સએપનું આ ફિચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં છે.

એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપમાં જલ્દી જ યૂઝર્સને રિએક્ટ ઇમોજી આઇકોન પ્રાપ્ત થશે જે બિલકુલ ફેસબુક પોસ્ટની જેમ જ છે. તેમાં યૂઝર્સ પોતાના મૂડ પ્રમાણે રિએક્શન્સ આપી શકશે. તમને જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પર રિએક્શન આપવા માટે યૂઝર્સે મેસેજ પર થોડી વાર ક્લિક કરી રાખવુ પડે છે. ત્યારબાદ પોપઅપમાં જોવા મળતી ઇમોજીમાંથી એકને પસંદ કરવાની હોય છે. આની સાથે જ મેસેજ મોકલનારને તેનું નોટીફિકેશન પણ જતુ રહે છે. સંભવ છે કે વોટ્સએપમાં પણ આ પ્રકારના મેસેજ રિએક્શન મળી શકે છે.

જોકે હમણાંથી કહેવુ મુશ્કેલ છે કે વોટ્સએપમાં આવનાર રિએક્શન ફિચર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવુ જ હશે કે પછી નહીં. હાલમાં આ ફિચર શરૂઆતના ચરણમાં છે માટે હાલમાં તે બીટા વર્ઝન માટે પણ જાહેર કરવામાં નથી આવ્યું.

વોટ્સએપનો રંગ બદલાશે

હમણાં સુધી વોટ્સએપને તમે ફક્ત એક લીલા રંગમાં જ જોયુ છે પરંતુ હવે કંપની યૂઝર્સને કલર ઓપ્શન આપવા જઇ રહી છે. આવનાર આ નવા કલર વોટ્સએપના ડાર્ક અને લાઇટ બંને મોડ માટે ઉપલબ્ધ હશે. એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ જે નવા કલરની સ્કિમની પસંદગી કરશે તે લાઇટ ગ્રીન રંગ હોય શકે છે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો –

Janmashtami 2021 : આ જન્માષ્ટમીએ હર્ષના યોગ અને ચતુસાગર યોગ ! શ્રીકૃષ્ણના પુષ્કળ આશિષ પ્રદાન કરશે આ સંયોગ !

આ પણ વાંચો –

Funny Video : છોકરો ડાન્સ માસ્ટર બનીને શીખવી રહ્યો હતો સ્ટેપ્સ, પછી કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો –

Birthday Special: નાગાર્જુનનું જીવન પણ રહ્યું છે ફિલ્મી, જાણો કેવી રીતે લાઈફમાં થઈ વાઈફ અમલાની એન્ટ્રી

Next Article