WhatsApp લાવ્યુ ધમાકેદાર ફીચર, હવે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશે આટલા લોકો

|

Jun 11, 2022 | 5:02 PM

New WhatsApp Group Feature: વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કઈકને કઈક નવુ લાગતુ રહે છે. હાલમાં જ WhatsApp પોતાના યુઝર્સ માટે એક મસ્ત અપડેટ લાવ્યું છે. આની મદદથી હવે વોટ્સએપ યુઝર્સ 245થી વધારે લોકોને ગ્રુપમાં એડ કરી શકાશે.

WhatsApp લાવ્યુ ધમાકેદાર ફીચર, હવે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશે આટલા લોકો
Whtasapp New Features
Image Credit source: osdaily

Follow us on

WhatsApp New feature : વોટ્સએપ એક લોકપ્રિય મેસેજિંગ એપ છે. સરળ અને ઝડપી મેસેજિંગ એપ હોવાથી દુનિયામાં કરોડો લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. વોટ્સએપ પણ પોતાના યુઝર્સની સુવિધાનું ધ્યાન રાખે છે અને નવા નવા ફીચર લાવતુ રહે છે. હાલમાં વોટ્સએપે યુઝર્સને વધુ એક નવી ભેટ આપી છે. કંપનીએ વોટ્સએપે ગ્રુપ (WhatsApp Group) નો વ્યાપ વધારવા માટે એક નવું ફીચર (WhatsApp New feature) બહાર પાડ્યું છે. નવા અપડેટ હેઠળ હવે 512 લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશે. ગયા મહિને જ વોટ્સએપે આ ફીચર લાવવાની જાહેરાત કરી હતી. અગાઉ આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝન પર રજૂ કરવામાં આવ્યું હતું. પણ હવે દુનિયાભરના યુઝર્સ નવા ફીચરનો લાભ લઈ શકશે. આ સિવાય વોટ્સએપે મેસેજ રિએક્શન અને 2GB સુધીની ફાઇલ શેરિંગ જેવા ફીચર્સ પણ બહાર પાડ્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ શકશે 512 લોકો

વોટ્સએપે ગ્રુપમાં 512 લોકોને એડ કરવાનું ફીચર બહાર પાડ્યું છે, કોઈપણ વોટ્સએપ યુઝર આ ફીચરનો લાભ લઈ શકે છે. જો તમે 512 લોકોને જૂથમાં ઉમેરી શકો છો કે કેમ તે તપાસવા માંગતા હો, તો નવું વોટ્સએપ ગ્રુપ બનાવો. જો તમે 512 લોકોને ઉમેરવામાં સફળ થયા છો, તો તમને એક નવી સુવિધા મળી છે.જો તમે વોટ્સએપ ગ્રુપમાં 512 લોકોને એડ કરી શકતા નથી, તો તેમણે એપ અપડેટ કરવી પડશે.

2GB સુધીની ફાઈલ થઈ શકશે શેર

આ સિવાય યુઝર્સ વોટ્સએપના નવા અપડેટ હેઠળ 2GB સુધીની સાઈઝની ફાઈલ વોટ્સએપ પર શેર કરી શકે છે. અગાઉ, યુઝર્સ માત્ર 100MB સુધીની સાઈઝની ફાઈલો જ શેર કરી શકતા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પહેલા બીટા વર્ઝન પર થયુ હતુ રિલીઝ

વોટ્સએપ ગ્રુપના નવા ફીચરને સૌથી પહેલા WABetaInfo દ્વારા જોવામાં આવ્યું હતું. થોડા સમય પછી Meta એ WhatsApp ના એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ એપ્સના બીટા વર્ઝન પર નવી સુવિધા રજૂ કરી. આના બરાબર એક મહિના પછી કંપનીએ વિશ્વભરના યુઝર્સ માટે નવી સુવિધા રજૂ કરી છે. એન્ડ્રોઈડ, આઈઓએસ અને ડેસ્કટોપ યુઝર્સ આ ફીચરનો લાભ લઈ શકે છે. વોટ્સએપ ભવિષ્યમાં પણ આવા ઘમાકેદાર ફીચર લાવશે એવી આશા યુઝર્સ રાખી રહ્યા છે.

Next Article