WhatsApp લાવી રહ્યું છે નવું જબર જસ્ત ફીચર, ઓટીપી ફ્રોડથી મળશે છુટકારો

|

May 26, 2021 | 3:58 PM

થોડા સમય પૂર્વે WhatsApp ઓટીપી કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં હેકરોએ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને બેકિંગ ફ્રોડને અંજામ આપતા હતા. જો કે Whatsapp હવે આવા ફ્રોડને રોકવા માટે ફ્લેશ કોલ (Flash calls) નવું ફીચર લાગી રહ્યું છે. જે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

WhatsApp લાવી રહ્યું છે નવું જબર જસ્ત ફીચર, ઓટીપી ફ્રોડથી મળશે છુટકારો
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર ,અપાવશે ઓટીપી ફ્રોડથી છુટકારો

Follow us on

થોડા સમય પૂર્વે WhatsApp ઓટીપી કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં હેકરોએ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને બેકિંગ ફ્રોડને અંજામ આપતા હતા. જો કે Whatsapp હવે આવા ફ્રોડને રોકવા માટે ફ્લેશ કોલ (Flash calls) નવું ફીચર લાગી રહ્યું છે. જે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

વોટ્સએપ હવે એકાઉન્ટ સેફટી માટે નવું ફ્લેશ કોલ(Flash calls )ફીચર લાવી રહ્યું છે. જે આપનો મોબાઇલ નંબર ઓટોમેટિક વેરીફાઈ કરી લેશે.

યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ નવા ફીચર અંગેના ડબ્લ્યુએબીએના અહેવાલ મુજબ, વોટ્સએપના નવા ફીચર ફ્લેશ કોલ (Flash calls )ની મદદથી હવે તમારો ફોન નંબર જાતે જ વેરીફાઈ થઈ જશે. હવે યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી વોટસએપ મોબાઇલ નંબરને 6 અંકના ઓટીપી દ્વારા વેરીફાઈ કરતું હતું. તેમજ હેકર્સ પણ આ જ ઓટીપીની મદદથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરવાનું સામે આવ્યું હતું.

https://twitter.com/WABetaInfo/status/1395841006822731781

જેમાં હવે વોટ્સએપ ફ્લેશ કોલના નવા ફીચર બાદ યુઝર્સ એકાઉન્ટ લોગ-ઇન થયા બાદ વેરિફિકેશન ઓટીપીના બદલે ફ્લેશ કોલની મદદથી કરવામાં આવશે. ફ્લેશ કોલ માટે યુઝર્સે ફોનમાં લોગ ઇન કરવા એપ્લિકેશનને મંજૂરી આપવી પડશે. તેની બાદ ફોન પર વોટ્સએપ વેરિફિકેશન માટે ફ્લેશ કોલની મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.11.7 પર જોવા મળ્યું છે. જો કે વોટ્સએપ વેરિફિકેશન ફ્લેશ કોલની આ સુવિધા વૈકલ્પિક રહેશે.

WhatsApp  ઓટીપી ફ્રોડને  કેવી રીતે અપાય છે અંજામ 

WhatsApp ઓટીપી કૌભાંડમાં WhatsApp એજન્ટ બનીને હેકર્સ તમને કોલ કરે છે. તેના પછી તમારા વોટ્સએપ એકાઉન્ટ પર ઓટીપી મોકલવામાં આવે છે. આ ઓટીપી શેર કરવાની વાત કરવામાં આવે છે અને જેવો તમે ઓટીપી શેર કરો છો, એટલે હેકર્સ તમારા વોટ્સએપ એકાઉન્ટને લોક કરી દેશે.અને તમારું WhatsApp એકાઉન્ટ સંપૂર્ણપણે હેકર્સના કબજામાં છે. ત્યારબાદ હેકર્સ તમારા એકાઉન્ટથી બેંકિંગ સહિતના વિવિધ પ્રકારના કૌભાંડો ચલાવી શકે છે. આ સિવાય હેકર્સ તમારી પાસેથી આર્થિક સહાયની માંગ પણ કરી શકે છે.

Published On - 3:56 pm, Wed, 26 May 21

Next Article