Gujarati NewsTechnologyWhatsapp introduces new feature to fight fake news called checkpoint tipline
WhatsApp એ ખોટી માહિતી પર નજર રાખવા માટે લોન્ચ કર્યુ ‘ટીપલાઈન’ ફીચર
દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ખોટા સમાચારોને જાણવા માટે વોટસએપે એક નવુ ફિચર લોન્ચ કર્યુ છે. તેનું નામ ‘ટિપલાઈન’ છે. તેના દ્વારા લોકોને મળતી માહિતીની પ્રમાણિકતા જાણી શકાશે. ફેસબુકે જણાવ્યું કે આ સેવાને ભારતના એક મીડિયા કૌશલ સ્ટાર્ટઅપ ‘પ્રોટો’એ પ્રસ્તુત કર્યુ છે. આ ટિપલાઈન ખોટી માહિતી અને અફવાઓને રોકવામાં મદદ કરશે. તેનાથી ચૂંટણી દરમિયાન ‘ચેકપોઈન્ટ’ માટે […]
દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ખોટા સમાચારોને જાણવા માટે વોટસએપે એક નવુ ફિચર લોન્ચ કર્યુ છે. તેનું નામ ‘ટિપલાઈન’ છે.
તેના દ્વારા લોકોને મળતી માહિતીની પ્રમાણિકતા જાણી શકાશે. ફેસબુકે જણાવ્યું કે આ સેવાને ભારતના એક મીડિયા કૌશલ સ્ટાર્ટઅપ ‘પ્રોટો’એ પ્રસ્તુત કર્યુ છે. આ ટિપલાઈન ખોટી માહિતી અને અફવાઓને રોકવામાં મદદ કરશે. તેનાથી ચૂંટણી દરમિયાન ‘ચેકપોઈન્ટ’ માટે આ જાણકારીઓનો અભ્યાસ કરી શકાય. ચેકપોઈન્ટ એક પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વોટસએપ તરફથી ટેકનીકલ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
કંપનીએ કહ્યું કે દેશમાં લોકોને મળતી ખોટી માહિતી કે અફવાને વોટસએપના +91 9643000888 નંબર પર ચેક પોઈન્ટ ટિપલાઈનને મોકલી શકે છે. એક વાર કોઈ યૂઝર ટિપલાઈનને આ સૂચના મોકલશે ત્યારે તે તેમના કેન્દ્ર પર જાણકારી સાચી કે ખોટી હોવાનું જાણીને યુઝરને જાણકારી આપશે. આ પુષ્ટીથી યૂઝરને જાણ થશે કે તેને મળેલી માહિતી સાચી છે કે ખોટી, કે વિવાદીત છે.
પ્રોટોનું કેન્દ્ર ફોટા, વીડિયો અને લખેલી માહિતીની પુષ્ટી કરવામાં સક્ષમ છે. તે અંગ્રેજીની સાથે, હિન્દી, તેલૂગુ, બાંગ્લા અને મલયાલમ જેવી ભાષાની માહિતીની પુષ્ટી કરી શકે છે.