વોટ્સએપે જાહેર કરી ચેતવણી, આ એપને ભૂલથી પણ ડાઉનલોડ કરશો તો થશે ભારે નુકસાન!

|

Jul 12, 2022 | 8:04 PM

વોટ્સએપના (WhatsApp) પ્રમુખ વિલ કેથકાર્ટએ યુઝર્સને ચેતવણી આપી છે. તેમણે એક ફર્જી એપ ડાઉનલોડ કરવા માટે યુઝર્સને માહિતી આપી રહ્યા છે.

વોટ્સએપે જાહેર કરી ચેતવણી, આ એપને ભૂલથી પણ ડાઉનલોડ કરશો તો થશે ભારે નુકસાન!
WhatsApp has issued a warning

Follow us on

વોટ્સએપના પ્રમુખ વિલ કેથકાર્ટે (Will Cathcart) વોટ્સએપના (WhatsApp) યુઝર્સને ચેતવણી આપી છે. વિલે ટ્વિટર પર એક પોસ્ટ કરીને વોટ્સએપ ચલાવનારા યુઝર્સને નકલી એપ ડાઉનલોડ ન કરવા જણાવી રહ્યા છે. વોટ્સએપ પ્રમુખનું કહેવું છે કે એક નકલી ડાઉનલોડિંગ એપ આખા ઈન્ટરનેટ પર રોમિંગ કરી રહી છે, જો કોઈ યુઝર તે એપને ડાઉનલોડ કરે છે તો તેના ડિવાઈસમાં સુરક્ષાને લગતી સમસ્યા થઈ શકે છે. આવી એપ્સ યુઝર્સના ડેટાની ચોરી તો કરી જ શકે છે, પરંતુ તેના કારણે તેમને ઘણું આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

મેટા કંપનીમાં વોટ્સએપના પ્રમુખ વિલ કેથકાર્ટે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ એપ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે તેમની સુરક્ષા ટીમે એક નકલી એપ શોધી કાઢી છે. આ એપનું નામ ‘હે વોટ્સએપ’ (Hey WhatsApp) છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે વોટ્સએપનું નકલી અથવા મોડિફાઇડ વર્ઝન ડાઉનલોડ કરવું તમને મોંઘુ પડી શકે છે. આ એપ્સ તમારી WhatsApp ગોપનીયતા અને સુરક્ષા માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે. જેથી તેને ડાઉનલોડ ના કરો આ એક પ્રકારનો સ્કેમ છે.

આ પણ વાંચો

વોટ્સએપના પ્રમુખ વિલ કેથકાર્ટનું ટ્વિટ

 

નવા ફીચરના નામે થઈ રહી છે છેતરપીંડી

વોટ્સએપના પ્રમુખ વિલ કેથકાર્ટે પોતાની ટ્વિટમાં યુઝરને જાણકારી આપી છે કે, નવા ફીચરના નામ પર લોકોને આ એપ ડાઉનલોડ કરવા માટે લાલચ આપવામાં આવી રહી છે. સાવધાન રહો આ એક સ્કેમ છે. તે તમારી અંગત માહિતી લઈ રહ્યુ છે, તે તમારા મોબાઈલના અંગત ડેટા લઈ રહ્યુ છે. તેમણે આગળ જણાવ્યુ કે અમે આ જાણકારી ગૂગલને પણ આપી છે. અમે મળીને આ ફેક અને માહિતીની ચોરી કરતી એપ સામે લડશું.

HeyMods એપ્લિકેશન

વોટ્સએપના પ્રમુખ વિલ કેથકાર્ટે યુઝર્સને ચેતવણી આપી હતી કે, આ સ્કેમ ‘HeyMods’ ડેવલપર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ ફેક એપ દ્વારા તેઓ યુઝર્સના મોબાઈલમાંથી અંગત માહિતી ચોરી રહ્યા છે. આ એપ પર તેમણે કહ્યું કે, તેમની સુરક્ષા ટીમે એપમાં હાજર માલવેરની ઓળખ કરી લીધી છે. આ એપ HeyMods અને Hey WhatsApp દ્વારા બનાવવામાં આવી છે.

Next Article