વિશ્વભરમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, યુઝર્સ પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં ડાઉન છે.

વિશ્વભરમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, યુઝર્સ પરેશાન
WhatsApp, Facebook and Instagram around the world went down
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:24 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ફેસબુક વિશ્વભરમાં ડાઉન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં ડાઉન છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ડાઉન થયા, જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલી પડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારત સહિત ઘણા દેશોમાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેના કારણે લોકો ટ્વિટર પર પણ સતત ફરિયાદ કરી રહ્યા છે.

સર્વિસના ડાઉનિંગ પર ટ્વિટ કરતી વખતે વોટ્સએપે લખ્યું કે, અમને ખબર છે કે, આ સમયે કેટલાક લોકોને વોટ્સએપ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે વસ્તુઓને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે અહીં અપડેટ મોકલીશું.

સમાચાર લખવાના સમય સુધી, ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એરર બતાવી રહ્યા છે. જ્યારે વોટ્સએપમાં મેસેજ મોકલવામાં કે પ્રાપ્ત કરવામાં સમસ્યા છે. જ્યારે ઈન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ જોવામાં કે કરવામાં સમસ્યા જોવા મળી રહિ છે. આ સિવાય ફેસબુક પેજ પણ લોડ નથી થઈ રહ્યું. ક્યા કારણે આ સમસ્યા સર્જીઈ છે તે હાલ જાણી શકાયું નથી.

વેબ સેવાઓને ટ્રેક કરતી વેબસાઇટ downdetector.in પર ઘણા યુઝર્સ તરફથી ફરિયાદો પણ આવી છે. ત્રણેય સેવાઓ અડધા કલાકથી વધુ સમય માટે બંધ છે. ડાઉન્ડેક્ટરના ડેટા અનુસાર વોટ્સએપ યુઝર્સ મેસેજ મોકલવાની સાથે એપમાં સમસ્યાઓની જાણ કરી રહ્યા છે. Downdetector વેબસાઇટ WhatsApp માટે લગભગ 9,000 ક્રેશ રિપોર્ટ્સ બતાવી રહી છે.

 

Published On - 9:38 pm, Mon, 4 October 21