DELHI HCમાં કેન્દ્ર સરકારે કહ્યું, “Whatsapp એક વિદેશી કંપની, ભારતીય કાયદાઓને પડકારી ન શકે”

|

Oct 22, 2021 | 10:48 PM

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ વિદેશી બિઝનેસ કંપની છે. ભારતમાં તેનું કોઈ વ્યવસાયિક સ્થાન નથી અને તે પ્રમોશનના વ્યવસાયમાં વ્યસ્ત છે.

DELHI HCમાં કેન્દ્ર સરકારે  કહ્યું, Whatsapp એક વિદેશી કંપની, ભારતીય કાયદાઓને પડકારી ન શકે
WhatsApp doesnt have fundamental rights cant challenge Indian law Government

Follow us on

DELHI : કેન્દ્ર સરકારે IT નિયમોને પડકારતી Whatsappની અરજીનો વિરોધ કર્યો છે અને દિલ્હી હાઇકોર્ટને તેને ફગાવી દેવા વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અરજી સુનાવણી કરવા યોગ્ય નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે વોટ્સએપ ભારતીય કાયદાઓની બંધારણીયતાને પડકારી શકે નહીં. કારણ કે તે એક વિદેશી કંપની છે અને તેનો ભારતમાં કોઈ વ્યવસાય નથી. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ વિદેશી બિઝનેસ કંપની છે. ભારતમાં તેનું કોઈ વ્યવસાયિક સ્થાન નથી અને તે પ્રચાર-પ્રસારના  વ્યવસાયમાં વ્યસ્ત છે.

ફેસબુક (Facebook)ની માલિકીની વોટ્સએપે સરકારના નવા સોશિયલ મીડિયા નિયમો (new social media rules)ને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યા છે. નવા નિયમો અંતર્ગત મેસેજિંગ સર્વિસ માટે વિવાદિત – વાંધાજનક મેસેજ કોણે શરૂ કર્યો તે શોધવું જરૂરી છે. કંપનીએ કહ્યું કે ચેટના ‘ટ્રેકિંગ’ સંબંધિત કંપનીના નિયમો યુઝર્સની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને તે ‘ગેરબંધારણીય’ છે.તેમણે કહ્યું કે ચેટને ટ્રેક કરવા માટે મેસેજિંગ એપ વોટ્સએપ પર મોકલવામાં આવેલા દરેક મેસેજ પર નજર રાખવી એ તેમની ફિંગરપ્રિન્ટ રાખવાનું કહેવા સમાન જ છે. આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડશે અને લોકોના ગોપનીયતાના અધિકારને નબળો પાડશે.

26 મેથી નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમ લાગુ
નવા આઈટી નિયમો એટલે કે માર્ગદર્શિકા અને મધ્યવર્તી સંસ્થાઓ માટે ડિજિટલ મીડિયા આચાર સંહિતા નિયમો 2021 દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને વધુને વધુ જવાબદાર બનાવવા માટે કવાયત ચાલી રહી છે. નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો 26 મેથી અમલમાં છે અને 25 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વોટ્સએપની પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મેસેજિંગ એપમાં ચેટને ટ્રેક કરવાનું દબાણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું ઉલ્લંઘન કરશે અને તે વોટ્સએપનો ઉપયોગ કરનારા લાખો નાગરિકો માટે ગોપનીયતા અને વિચારની સ્વતંત્રતાને અસર કરી શકે છે.

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર
વોટ્સએપ ટૂંક સમયમાં જ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ એપ બંધ કર્યા પછી પણ સમગ્ર મેસેજ સાંભળી શકશે. વોટ્સએપે તાજેતરમાં વોઇસ મેસેજ સાંભળવા માટે વિવિધ પ્લે સ્પીડ સાથે એક ફીચર રજૂ કર્યું છે, જે એન્ડ્રોઇડ અને ios યુઝર્સને મળ્યું છે.

આ પણ વાંચો : એરફોર્સ કોન્ક્લેવ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે, કાશ્મીરમાં નાગરિકો પર હુમલા સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા

 

Next Article