શું તમારી WhatsApp ચેટ કોઇ વાંચી રહ્યું છે? તો આ રીતે મેળવો માહિતિ

|

Dec 25, 2020 | 6:09 PM

તમારું WhatsApp કોઇ વાંચી રહ્યું છે. કદાચ આ સાંભળીને તમને આંચકો  લાગશે. પરંતુ આજે અમે તેમને એવી ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ કે તમારું વોટ્સ એપ કોઇ વાંચી રહ્યું છે કે નહિ તે તમે જાણી શકશો અને  વોટસએપને સુરક્ષિત પણ રાખી શકશો જેમાં સૌ પ્રથમ તમે વોટ્સએપમાં જઇને ચેક કરજો કે કોઇ તમારું વોટ્સએપ એક્સેસ […]

શું તમારી WhatsApp ચેટ કોઇ  વાંચી રહ્યું છે? તો આ રીતે મેળવો માહિતિ

Follow us on

તમારું WhatsApp કોઇ વાંચી રહ્યું છે. કદાચ આ સાંભળીને તમને આંચકો  લાગશે. પરંતુ આજે અમે તેમને એવી ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ કે તમારું વોટ્સ એપ કોઇ વાંચી રહ્યું છે કે નહિ તે તમે જાણી શકશો અને  વોટસએપને સુરક્ષિત પણ રાખી શકશો

જેમાં સૌ પ્રથમ તમે વોટ્સએપમાં જઇને ચેક કરજો કે કોઇ તમારું વોટ્સએપ એક્સેસ નથી કરી રહ્યું. આની તમારે  વોટ્સએપ સેટિંગમાં જઇને  Whatsapp web/ Desktop પર ટેપ કરો.

જો તમે WhatsApp web ઓપન નથી કર્યું  અને છતાં તમારું લૉગિન જોવા મળી રહ્યું છે  તો સમજજો કે તમારી  ચેટ કોઇ વાંચી  ચૂક્યું છે. તેથી સૌથી પહેલા તેને લૉગઆઉટ કરી દો. તેમજ ગૂગલ પ્લે  સ્ટોર પર આવી અનેક એપ છે કે  વોટ્સએપના ફિચરનો ફાયદો ઉપાડે છે. તેમજ તમારો કોઇ પરિચિત આ એપ્સથી તમારા WhatsApp ને એક્સેસ કરે છે અને તમને ખબર પણ નથી

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

તેથી WhatsApp web ફિચરનો ઉપયોગ કરતાં પૂર્વ તેનું ખાસ ધ્યાન રાખો.  આ ઉપરાંત અટેકરને  ટાર્ગેટ ડિવાઇસનું ફિજિકલ એક્સેસ  જોઇતું હોય છે. તેથી WhatsApp web ફિચરનો સાવધાનીથી ઉપયોગ કરો.

આ ઉપરાંત આજકાલ ઓટીપી  મોકલીને પણ વોટ્સએપ હેક કરીને તમારી વોટ્સએપ ચેટ થોડી જ મિનિટમાં મેલમાં ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રીતે પણ વોટ્સએપ હેક કરી શકાય છે. તેથી આવો હવે જાણીએ વોટ્સએપને સેફ કેવી રીતે રાખશો..

વોટ્સએપને સેફ કેવી રીતે રાખશો..

1 તમારા Whatsapp ને લોક કરીને રાખો
2 તમારા Whatsapp માટે ટુ સ્ટેપ વેરિફિકેશન અનેબલ કરો
3 તમારા Whatsapp બેક અપને સલામત રીતે તમારા મેલ આઇડીમાં રાખો

Next Article