Diesel Engine કારમાં પેટ્રોલ નાખો તો શું થશે? જો આવું થાય તો આ ભૂલ ક્યારેય ન કરો

|

Feb 11, 2021 | 6:59 AM

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે Petrol ભરાવા ગયા અને પેટ્રોલ પંપવાળા ભાઈ આપની કારમાં Dieselની જગ્યાએ Petrol ભરી દે અને પેટ્રોલની જગ્યાએ Diesel ભરી દે તો ? જો કે આ ભૂલ બવ સામાન્ય છે, પણ તમારી કાર માટે બહુ ખતરનાક છે.

Diesel Engine કારમાં પેટ્રોલ નાખો તો શું થશે? જો આવું થાય તો આ ભૂલ ક્યારેય ન કરો
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.

Follow us on

તમે બધા જાણો છો કે બળતણ (Petrol અને Diesel)ના કિસ્સામાં બે પ્રકારના વાહનો હોય છે, જેમાં ડીઝલથી ચાલતું વાહન અને પેટ્રોલથી ચાલતું વાહન. જો તમે પણ વાહન ચલાવો છો, તો તમે પેટ્રોલ પંપ પર જાઓ છો અને પેટ્રોલ અથવા ડીઝલ ભરાવીને પરત ફરો છો. પરંતુ, તમે ક્યારેય વિચાર્યું કે તમે પેટ્રોલ ભરાવા જાઓ છો અને પેટ્રોલ પંપવાળા ભાઈ તમારી કારમાં ડીઝલને બદલે પેટ્રોલ ભરે અને પેટ્રોલને બદલે ડીઝલ ભરે તો શું થશે?

જોકે આ ભૂલ બહુ સામાન્ય છે, પરંતુ તમારી કાર માટે ખૂબ જ જોખમી છે. ઘણીવાર તેઓ પેટ્રોલ પંપ પર આવી ભૂલ થવાના કિસ્સામાં પણ સામે આવ્યા છે, આવામાં આવું તમારી સાથે પણ થઈ શકે છે. જો આવું થાય, તો તેને સામાન્ય ના ગણવું, નહીં તો તમને ઘણું મોટું નુકશાન થઈ શકે છે. તેથી, ચાલો આપણે જાણીએ કે જો વાહનમાં ખોટું ઈંધણ નાખવામાં આવે તો શું અસર થાય છે અને આવું થાય ત્યારે શું કરવું જોઈએ…

પેટ્રોલ અને ડીઝલ કાર કેવી રીતે કામ કરે છે

ખોટા ઈંધણથી થતી અસર વિશે વાત કરતા પહેલા, તમને જણાવીએ કે પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચે શું તફાવત છે. ઘણા ઓટોમોબાઇલ્સને લગતા અહેવાલોમાં જણાવાયું છે કે પેટ્રોલ એન્જિનમાંની સ્પાર્ક અલગ હોય છે અને ડીઝલ એન્જિનમાં આવો કોઈ સ્પાર્ક નથી હોતો. ઉપરાંત, પેટ્રોલ એન્જિન કારમાં કારબોરેટર હોય છે, જ્યારે ડીઝલ એન્જિન આવું કઈ નથી હોતું. પેટ્રોલ એન્જિન હવા ને લઈને તદ્દન અલગ રીતે કાર્ય કરે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જ્યારે ડીઝલ એન્જિનમાં પેટ્રોલ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

કારને પાવર આપવાની સાથે, ડીઝલ લ્યુબ્રિકેશન ઓઇલ રૂપમાં પણ કામ કરે છે, જેના કારણે ઈંધણ પંપ અને એન્જિનના અન્ય ભાગો સરળતાથી ચાલે છે. જ્યારે તેમાં પેટ્રોલ ઉમેરવામાં આવે અને ડીઝલ સાથે ભળી જાય, ત્યારે તે દ્રાવક (Solvent) તરીકે કામ કરવાનું શરૂ કરે છે, આ વાહનના એન્જિન પર વિપરીત અસર કરે છે.

ડીઝલ એન્જિન કારમાં પેટ્રોલ આવી જવાથી મશીનના ભાગો વચ્ચેના ઘર્ષણમાં વધારો થાય છે અને આને કારણે ફ્યુઅલ લાઇનની સાથે પંપ પર પણ અસર પડવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે એન્જિનને ચાલુ રાખશો અથવા તો પેટ્રોલ ભરાવ્યા પછી તમે કાર ડ્રાઇવ કરો છો તો એન્જિનને ડેમેજ થવાનો ખતરો વધી જાય છે અથવા એન્જિન સીઝ (Engine Siege) થવાનું જોખમ વધી જાય છે.

પેટ્રોલ એન્જિનમાં ડીઝલ ભરાવાથી શું થાય છે?

જો કે, પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન કરતા અલગ કામ કરે છે. જો પેટ્રોલ એન્જિન કારમાં ડીઝલ નાખવામાં આવે તો એટલો ખતરો રહેતો નથી. તે ડીઝલ એન્જિન કરતા ઓછી પ્રતિક્રિયા આપે છે. ખરેખર, જો આવી સ્થિતિ ઊભી થાય તો ડીઝલને ઇગ્નીશન આપવા માટે સંકુચિત(Compressed) કરવું પડશે અને આને કારણે તમે એન્જિન સ્ટાર્ટ જ નહીં કરી શકો. જો કે, આ એન્જિનને પણ અસર કરી શકે છે.

આવી સ્થિતિમાં શું કરવું?

જો તમારી સાથે આવું થાય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જ્યારે ખોટું ઈંધણ નાખવામાં આવે ત્યારે તમારે એન્જિન શરૂ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને કારને ધક્કો મારીને એક બાજુ ઊભી કરી દેવી જોઈએ. આ પછી, મિકેનિકની મદદથી, ફ્યુલ ટેન્ક માંથી ફ્યુલ બદલી નાખવું. આ પછી, નવું પેટ્રોલ અથવા ડીઝલ ઉમેરીને વાહન ફરીથી સ્ટાર્ટ કરવું જોઈએ.

Petrol Diesel

Next Article