Vaccination : ટાટા અને ગોદરેજ બનાવશે સ્ટોરેજ યુનિટ્સ, – 86 તાપમાન સુધી રાખી શકાશે વેક્સિન

|

May 17, 2021 | 5:34 PM

ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને સાચવવા માટે ટાટા ગ્રૃપ કંપનીની વોલ્ટાસ અને ગોદરેજ સમૂહની ગોદરેજ એપ્લાયન્સીસ સ્ટોરેજ યુનિટ બનાવવા જઇ રહી છે.

Vaccination : ટાટા અને ગોદરેજ બનાવશે સ્ટોરેજ યુનિટ્સ, - 86 તાપમાન સુધી રાખી શકાશે વેક્સિન
File Photo

Follow us on

કોરોના વેક્સિનને લઇને એક ખાસ સમાચાર મળી રહ્યા છે, ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને સાચવવા માટે ટાટા ગ્રૃપ કંપનીની વોલ્ટાસ અને ગોદરેજ સમૂહની ગોદરેજ એપ્લાયન્સીસ સ્ટોરેજ યુનિટ બનાવવા જઇ રહી છે. તેઓએ સ્ટોરેજ યુનિટનું પ્રોડક્શન વધારી રહ્યા છે અને ટેકનોલોજીને પણ અપગ્રેડ કરી રહ્યા છે.

કોલ્ડ ચેઇન મેન્યુફેક્ચરિંગ યુનિટ સેક્ટરની એક બીજી કંપની બ્લૂ સ્ટાર પણ કોવેક્સિન અને કોવિશિલ્ડ માટે મેડિકલ રેફ્રિજરેશન યુનિટ્સનું પ્રોડક્શન વધારી રહી છે. જલદી જ મોટી સંખ્યામાં તેને બજારમાં મુકવામાં આવશે. સાથે જ કંપની રશિયાની વેક્સિન સ્પૂતનિક વી અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન માટે પણ સ્ટોરેજ યુનિટ્સ બનાવી રહી છે. કંપનીનું કહેવુ છે કે તેમના સ્ટોરેજ યુનિટ્સમાં ફાઇઝર અને મોડર્નાની વેક્સિન પમ રાખી શકાય છે. જેના માટે તેને ડ્રાઇ આઇસમાં રાખવી પડશે અને તેનો ઉપયોગ જલદીથી કરવો પડશે.

વોલ્ટાસ ઓગસ્ટમાં તેનું અલ્ટ્રા લો ટેમ્પરેચર ફ્રીઝર લોંચ કરશે. ફાઈઝર અને મોડર્ના રસી આમાં સંગ્રહિત કરી શકાય છે. ગોદરેજ એપ્લાયન્સિસ આ રસીઓ માટે પહેલાથી જ આવા સ્ટોરેજ યુનિટ્સ વિકસાવી ચૂકી છે અને જ્યારે ઓર્ડર મળશે ત્યારે કંપની ઉત્પાદન શરૂ કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વોલ્ટાસના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે કંપની અલ્ટ્રા-લો તાપમાન ડીપ ફ્રીઝર્સની આયાત કરવાની તૈયારીમાં છે, જેમાં -86 ડિગ્રી જેટલા નીચા તાપમાને પણ વેક્સિન સંગ્રહિત કરી શકાય છે. તેમના નિર્માણ માટે, કંપનીએ વિદેશી ભાગીદાર સાથે જોડાણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં ફાઈઝર અને મોડર્ના રસી ભારત આવશે, ત્યારે અમે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર હોઇશું. કંપની કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક વી માટે સ્ટોરેજ યુનિટ્સના ઉત્પાદનનું વિસ્તરણ કરી રહી છે.

Next Article