UPI Payment : જો તમે મોબાઈલથી પેમેન્ટ કરતા હોવ તો, જાણી લો આ 5 બાબત

|

Aug 26, 2022 | 10:46 AM

UPI પેમેન્ટના નામે ફ્રોડના મામલા સતત વધી રહ્યા છે, જેના કારણે ઘણા લોકોના બેંક ખાતા ખાલી થઈ ગયા છે. એટલા માટે આજે અમે તમને ઓનલાઈન દ્વારા કરાતા પેમેન્ટ બાબતે 5 ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે છેતરપિંડીનો ભોગ બનતા બચી શકો છો.

UPI Payment : જો તમે મોબાઈલથી પેમેન્ટ કરતા હોવ તો, જાણી લો આ 5 બાબત
UPI Payment (symbolic image)

Follow us on

UPI પેમેન્ટ્સની મદદથી ભારતીયોને તેમના ખિસ્સામાં વધુ પૈસા રાખવાની ઝંઝટમાંથી ઘણી રાહત અને આઝાદી મળી છે. UPIની મદદથી વ્યક્તિ થોડી જ સેકન્ડમાં ખૂબ જ સરળતાથી પેમેન્ટ કરી શકે છે. આ માટે, તે પેટીએમ (Paytm), ફોન પે ( PhonePe) અને ગૂગલ પે (Google Pay) જેવા એકાઉન્ટ સાથે આવે છે. પરંતુ આજે અમે તમને 5 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેકશનના નામે છેતરપિંડીથી બચી શકશો.

UPI પિન શેર કરશો નહીં : UPI પેમેન્ટ કરવામાં સૌથી મહત્વની બાબત એ તેનો ચાર કે છ અંકનો UPI પિન છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારો UPI પિન કોઈની સાથે શેર ન કરો. આ તે પિન નંબર છે જે યુઝર યુપીઆઈ બનાવતી વખતે જનરેટ કરે છે.

ફોન પર સ્ક્રીનલોક રાખો : જો તમે UPI એપનો ઉપયોગ કરો છો અને તમને લાગે છે કે મોટા ભાગના લોકો તેને ઘણી વખત પિન દાખલ કરતી વખતે જુએ છે. એટલા માટે એ જરૂરી છે કે તમે તમારા ફોનમાં સ્ક્રીન લૉક રાખો. જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વ્યવહાર કરતા પહેલા UPI ID ચકાસો : UPI ID નો ઉપયોગ પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે કોઈની પાસેથી પૈસા મેળવો છો, ત્યારે એક વાર તમારું UPI ID ક્રોસ ચેક કરવું મહત્વપૂર્ણ છે.

એક એપમાં એક કરતા વધુ UPI નો ઉપયોગ કરશો નહીં : કોઈપણ એક એપમાં એક કરતા વધુ UIP એકાઉન્ટનો ઉપયોગ કરશો નહીં. યુઝર્સ એક એપની મદદથી અન્ય એપ્સ પર પણ પેમેન્ટ કરી શકે છે.

અજાણી લિંક પર ક્લિક કરશો નહીં : મોબાઇલ પર આવતી કોઇપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. યુપીઆઈ આઈડીને ઘણા એસએમએસમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ દ્વારા હેક કરી શકાય છે, જેના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

Next Article