ટ્વીટર વિવાદ વચ્ચે Koo App થઇ પ્રસિદ્ધ, દરરોજ જોડાઈ રહ્યા છે આટલા લોકો

|

Feb 11, 2021 | 12:49 PM

જયારથી ભારત સરકાર અને ટ્વીટર વચ્ચેનો વિવાદ જગજાહેર થયો છે ત્યારથી લોકો Koo App ડાઉનલોડ કરી રહ્યા છે. છેલ્લા 2થી 3 દિવસમાં દરરોજ એક લાખથી વધુ લોકો આ એપને ડાઉનલોડ કરી રહ્યા છે.

ટ્વીટર વિવાદ વચ્ચે Koo App થઇ પ્રસિદ્ધ, દરરોજ જોડાઈ રહ્યા છે આટલા લોકો

Follow us on

જયારથી ભારત સરકાર અને ટ્વીટર વચ્ચેનો વિવાદ જગજાહેર થયો છે ત્યારથી લોકો Koo App ડાઉનલોડ કરી રહ્યા છે. છેલ્લા 2થી 3 દિવસમાં દરરોજ એક લાખથી વધુ લોકો આ એપને ડાઉનલોડ કરી રહ્યા છે.
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચેની રસાકસી સિવાય દેશી ટ્વિટર તરીકે જાણીતી લોકપ્રિય Koo App પ્રખ્યાત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશી એપનું વર્ચસ્વ વધવા લાગ્યું છે. દેશના ઘણા મંત્રીઓ, નેતાઓ અને કલાકારો પણ આ નવા પ્લેટફોર્મ સાથે સામેલ થઈ રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ, ભારત સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ જાહેર થયા પછી Koo App પર લોકોનો ધસારો તીવ્ર બન્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં રોજ એક લાખથી વધુ નવા લોકો કુ એપને ડાઉનલોડ કરી રહ્યાં છે. જ્યારે ડાઉનલોડ્સની કુલ સંખ્યા ત્રીસ લાખને વટાવી ગઈ છે.

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે તેઓ હવે Koo App પર છે. હવે તેમના સિવાય પણ ઘણા મોટા નામ આ દેશી એપ્લિકેશનમાં જોડાયા છે. આ એપ પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા, બોલિવૂડ સ્ટાર અનુપમ ખેર, કોંગ્રેસ નેતા ડી.કે.શિવકુમાર અને ઘણા મોટા નામ હાજર છે.
આ સાથે જ ઘણા મોટા મંત્રાલયો અને ભારત સરકારના અધિકારીઓએ પણ આ એપ્લિકેશન પસંદ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Koo Appના કો-ફાઉન્ડર એસ.એ રાધાકૃષ્ણના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં આ એપમાં અનેક ગણા લોકો જોડાયા છે. આ જ કારણ છે કે તાજેતરના સમયમાં એપ્લિકેશન લોડ કરવામાં સક્ષમ થઈ નથી અને થોડી વારમાં પણ ડાઉન થઈ ગઈ છે. પરંતુ તેમનો પ્રયાસ સતત સુધારવાનો છે, જેથી વધુ ભારણ લઈ શકાય.

કો-ફાઉન્ડરએ એમ પણ કહ્યું છે કે તેનું ફોક્સ ફક્ત ભારતીય સર્વરનો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં લોકો આ તરફ આગળ વધી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં આ એપની પ્રશંસા કરી છે.

Next Article