શું તમે પણ Smartphone Overheatingની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સને ફોલો કરી તમારા ફોનને રાખો કૂલ

|

Jun 22, 2022 | 7:24 PM

Smartphone Overheating : સ્માર્ટફોન સતત ગરમ થવાની સમસ્યાને કારણે તમારો સ્માર્ટફોન પણ ખરાબ થઈ શકે છે. ઘણા યુઝર્સ આ સમસ્યાનો સામનો કરતા હોય છે. ચાલો જાણીએ કેટલીક ટિપ્સ જેની મદદથી આપણે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છે.

શું તમે પણ Smartphone Overheatingની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સને ફોલો કરી તમારા ફોનને રાખો કૂલ
Smartphone
Image Credit source: file photo

Follow us on

દુનિયામાં લાખો-કરોડોની સંખ્યામાં મોબાઈલ યુઝર્સ છે. તમારી પાસે પણ સ્માર્ટફોન હશે જ. આ તમામ યુઝર્સ માટે તેમનો ફોન જીવનનો મહત્ત્વનો ભાગ હોય છે. આપણા દરેક નાના-મોટા કામ માટે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છે. આ સ્માર્ટફોન (Smartphone) આપણા જીવનને વધારે સરળ બનાવે છે. તેથી તેની જાળવણી કરવી પણ આપણી જ ફરજ છે. જો તમારો સ્માર્ટફોન વધુ ગરમ થાય છે તો સ્માર્ટફોનને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. ગમે તે હોય ઉનાળાની ઋતુમાં આ સમસ્યા બનતી જ હોય ​​છે. સ્માર્ટફોનને ઓવરહિટીંગથી બચાવવું પણ જરૂરી છે કારણ કે સ્માર્ટફોનને થતાં તમારા ખિસ્સાને અસર થઈ શકે છે. તમારા સ્માર્ટફોનને ઓવરહિટીંગથી (Smartphone Overheating) બચાવવા માટે તમે નીચે મુજબની ટિપ્સ ફોલો કરી શકો છો.

  1. સ્માર્ટફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી કરો. આમ કરવાથી બેટરી પર ઓછું દબાણ રહેશે અને સ્માર્ટફોન વધુ ગરમ થવાથી બચશે.
  2. તમારા સ્માર્ટફોન પર સીધો સૂર્યપ્રકાશ ના પડવા દો. મજબૂત સૂર્યપ્રકાશ તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે.
  3. બિનજરૂરી એપ્સને અનઈન્સ્ટોલ કરો.
  4. સ્માર્ટફોનને કંપનીના ચાર્જરથી જ ચાર્જ કરો. સ્થાનિક અથવા અન્ય ચાર્જરનો ઉપયોગ ઓવરહિટીંગ સમસ્યાઓ તરફ દોરી શકે છે.
  5. આજનું રાશિફળ તારીખ : 19-05-2024
    ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
  6. બધી એપ્સને અપ ટુ ડેટ રાખો કારણ કે જૂની એપ્સનો ઉપયોગ તમારા સ્માર્ટફોનની ગોપનીયતા અને સુરક્ષા પર ખરાબ અસર થઈ શકે છે.
  7. ઓવરહિટ થયેલા સ્માર્ટફોનને પંખાની નીચે રાખો અથવા તેને પવન કરો. તે સ્માર્ટફોનને ધીમે-ધીમે સામાન્ય તાપમાનમાં આવવામાં મદદ કરે છે.
  8. ફ્રિજ તમારા ઓવરહિટ થયેલા સ્માર્ટફોનને તરત જ ઠંડુ કરી શકે છે, પરંતુ સ્માર્ટફોનને ફ્રીજમાં રાખીને ભૂલતા નહીં. આ સ્માર્ટફોનના ભાગોને અસર કરે છે.
  9. સ્માર્ટફોનનું બ્લૂટૂથ, નોટિફિકેશન અને લોકેશન સર્વિસ બંધ રાખો. કારણ કે આ વસ્તુઓ હંમેશા કંઈક સ્કેન કરતી રહે છે અને સ્માર્ટફોન ગરમ થઈ જાય છે.
  10. સ્માર્ટફોનને કારની અંદર કે કોઈ બેગની અંદર ના છોડો કારણ કે બંધ કારનું તાપમાન તમારા સ્માર્ટફોનની સ્થિતિ બગાડી શકે છે. તેથી સ્માર્ટફોનને કારમાં ન રાખો.
  11. આ રીતે તમે તમારા સ્માર્ટફોનને ઠંડુ રાખી શકો છો. આનાથી માત્ર સ્માર્ટફોનનું પરફોર્મન્સ જ સારું નહીં રહે, પરંતુ ફોન લાઈફ પણ વધશે.
Next Article