ભગવદ્ ગીતા અને PM મોદીની તસ્વીર અવકાશમાં લઇ જશે આ સેટેલાઈટ, વાંચો રસપ્રદ વિગતો

|

Feb 15, 2021 | 10:52 AM

પ્રાઇવેટ સેક્ટરનો પહેલો ઉપગ્રહ સતીષ ધવન સેટેલાઇટ (Satish Dhawan Satellite) ભગવદ્ ગીતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર અને 25 હજાર ભારતીય ખાસ વિદ્યાર્થીઓના નામ લઈને અવકાશમાં પહોંચશે.

ભગવદ્ ગીતા અને PM મોદીની તસ્વીર અવકાશમાં લઇ જશે આ સેટેલાઈટ, વાંચો રસપ્રદ વિગતો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વિશાળ અવકાશ મિશનમાં લોકોના નામ મોકલવાની વિદેશી પરંપરા હવે ભારતના અવકાશ મિશનમાં પણ જોવા મળે છે છે. પ્રાઇવેટ સેક્ટરનો પહેલો ઉપગ્રહ સતીષ ધવન સેટેલાઇટ (Satish Dhawan Satellite) ભગવદ્ ગીતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર અને 25 હજાર ભારતીય ખાસ વિદ્યાર્થીઓના નામ લઈને અવકાશમાં પહોંચશે. આ ઉપગ્રહનું પ્રક્ષેપણ ઇસરો દ્વારા તેના વિશ્વસનીય ધ્રુવીય સેટેલાઇટ પ્રક્ષેપણ યાન ‘પીએસએલવી સી -55’માં કરશે.

એસડી સેટ બનાવતી ચેન્નઈ સ્થિત કંપની સ્પેસકિડ્સના ચીફ ટેક્નિકલ ઓફિસર રિફત શાહરૂખે જણાવ્યું હતું કે આ 3.5. કિલોના નેનો સેટેલાઇટમાં એક વધારાની ચિપ લગાવવામાં આવશે જેમાં તમામ લોકોનાં નામ હશે. આ નેનો સેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપકના નામ પર રાખવામાં આવ્યું છે. સ્પેકસિડ્સનો હેતુ આ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવાનું છે.

સ્પેસકિડસ ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ શ્રીમતી કેસને કહ્યું કે, આ નેનો સેટેલાઇટને લઈને ઘણો ઉત્સાહ છે. અવકાશમાં જનારો આ આપણો પહેલો ઉપગ્રહ હશે. જ્યારે અમે મિશનને અંતિમ સ્વરૂપ આપ્યું, ત્યારે અમે લોકોને તેમના નામો મોકલવા કહ્યું જે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. એક અઠવાડિયામાં જ, અમને 25,000 થી વધુ નામો મોકલવામાં આવ્યા. આમાંથી 1000 નામો ભારત બહારના લોકો દ્વારા મોકલવામાં આવ્યા હતા. ચેન્નાઈની એક શાળામાંથી તમામ વિદ્યાર્થીઓના નામ મોકલવામાં આવ્યા છે. આ કરવાનું કારણ છે આ મિશનનો હેતુ વિદ્યાર્થીમાં ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવાનો છે. જેમના નામ અંતરિક્ષમાં મોકલવામાં આવશે તેમને બોર્ડિંગ પાસ પણ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કેસને કહ્યું કે તેમણે એક ભગવદ ગીતા આ મિશન અંતર્ગત અવકાશમાં મોકલવાનો નિર્ણય લીધો છે. સાથે અમે ટોચની પેનલ પર આત્મનિર્ભર મિશન શબ્દ સાથે વડા પ્રધાનની તસ્વીરને જોડવામાં આવી છે. આ સેટેલાઇટનું સંપૂર્ણ નિર્માણ ભારતમાં થયું છે.

Next Article