WhatsApp પર આ રીતે મોકલો હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો

|

Aug 10, 2021 | 11:10 PM

વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો.

WhatsApp પર આ રીતે મોકલો હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો
send high quality photos and videos on WhatsApp

Follow us on

દુનિયાભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. તેવામાં હાલ WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની ક્વોલિટી સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન મળી રહેશે. તેની મદદથી તમે HD ફોટોઝ પણ શેયર કરી શક્શો.

જોકે આ ઓપ્શન હમણાં પણ યૂઝર્સ પાસે છે. વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો. તેના માટે જ આજે અમે તમારા માટે કેટલાક સરળ સ્ટેપ્સ લઇને આવ્યા છીએ. હાઇ-ક્વોલિટી ફોટો સેન્ડ કરવા માટે વધુ ડેટાનો વપરાશ થશે.

આ સ્ટેપ્સને કરો ફોલોવ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

1. હાઇ રેઝ્યોલૂશન ફોટો કે વીડિયો મોકલવા માટે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો.
2. હવે તે ચેટને સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ.
3. ચેટ બોક્સની જમણી બાજુએ આપેલા ક્લિપના આઇકોન પર ક્લિક કરો.
4. હવે તમને ઘણા બધા ઓપ્શન્સ દેખાશે.
5. હવે તમે ઇમેજ અથવા તો વીડિયોનો ઓપ્શન સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટના ઓપ્શનને સિલેક્ટ કરો.
6. હવે એ વીડિયો કે ફોટો સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ.
7 તમે ફાઇલ મેનેજરમાંથી પણ તે પસંદ કરી શકો છો.
8. હવે ફોટો કે વીડિયો સિલેક્ટ કરીને સેન્ડ આઇકોન પર ક્લિક કરો.
9. તમારો ફોટો ફુલ સાઇઝમાં રિસીવર પાસે જતો રહેશે.

 

આ પણ વાંચો – Whatsapp વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, હવે તમે ફોટાની સાથે આવું પણ કરી શકશો

આ પણ વાંચો- Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ

Next Article