AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર: જાણો ભાવ, ડ્રાઇવિંગ રેંજ, અને બુકિંગની રકમ

ભારતની Detel (ડેટલ) કંપનીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર Detel Easy Plus લોન્ચ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સૌથી સસ્તું ટુ વ્હીલર છે.

વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર: જાણો ભાવ, ડ્રાઇવિંગ રેંજ, અને બુકિંગની રકમ
Detel Easy Plus Electric Scooter
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 22, 2021 | 6:08 PM
Share

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક Detel (ડેટલ) એ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર Detel Easy Plus લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને ફક્ત 1,999 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપનીએ તાજેતરમાં રાઇડ એશિયા એક્સ્પોમાં આ વાહન રજૂ કર્યું હતું. કંપનીએ ‘ડેટલ ડેકાર્બોનાઇઝ ઇન્ડિયા’ પહેલ અંતર્ગત આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે Detel એ વિશ્વભરમાં સૌથી સસ્તો ફિચર ફોન ફક્ત 299 રૂપિયામાં અને 3999 રૂપિયામાં સૌથી સસ્તું એલઇડી ટીવી લોન્ચ કરવા વાળી કંપની છે.

કિંમત

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ડેટલ ઇઝી પ્લસની કિંમત 39,999 રૂપિયા રાખવામાં આવી છે. ઇઝી પ્લસ એ દેશનું સૌથી આર્થિક ઇલેક્ટ્રિક વાહન છે.

કેવી રીતે બુક કરવું

જો તમે આ સ્કૂટર ખરીદવા માંગતા હો, તો તેનું બુકિંગ ઓનલાઇન થઈ શકશે. આ માટે તમારે 2,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવવી પડશે. આ સ્કૂટર કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે બૂક કરી શકો છો.

પાવર અને પરફોર્મન્સ

આ સ્કૂટરમાં 250Wની ઇલેક્ટ્રિક મોટર અને 48V 12AH LiFeP04 (લિથિયમ આયન ફોસ્ફેટ) બેટરી આપવામાં આવે છે. જેને 6 થી 7 કલાકમાં ચાર્જ કરી શકાય છે. આટલો ટાઈમ ઓથેન્ટિક પાવર સોકેટમાંથી ચાર્જ કરતી વખતે લાગે છે. આ સ્કૂટર પર કંપની 2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે. જે 40,000 કિમી સુધીની માન્ય છે. આ સાથે સ્કૂટર પ્રિપેડ રોડસાઈડ આસીસ્ટન્ટ પેકેજ અને ફ્રી હેલ્મેટ મળી રહ્યા છે.

મળશે 60 કિમીની રેન્જ

આ સ્કૂટરની મદદથી તમને એક જ ચાર્જ પર 60 કિ.મી.ની રેન્જ મળે છે. સ્કૂટરની લોડ ક્ષમતા 170 કિલો છે. સ્કૂટરની ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mmની છે. સ્કૂટરની મહત્તમ સ્પીડ 25kmph છે.

કેટલા છે કલર ઓપ્શન્સ

ખરીદદારો આ સ્કૂટર 5 કલર ઓપ્શનમાં મળી રહ્યા છે. તેને મેટાલિક બ્લેક, મેટાલિક રેડ, મેટાલિક યલો, ગનમેટલ અને પર્લ વ્હાઇટ કલર વિકલ્પોમાં ખરીદી શકે છે.

કંપનીનો દાવો શું છે

કંપનીએ આ સ્કૂટર માટે દાવો કર્યો છે કે Detel ઇઝી પ્લસ એ પોસાય તેવા ભાવે ભારતીય માટે સૌથી યોગ્ય ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. કંપની મુખ્યત્વે ટાયર -2 અને ટાયર -3 બજારોમાં આ સ્કૂટરની હાજરીને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે.

સ્વાભાવિક છે કે વધતા જતા પ્રદુષણ સામે હવે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનો સમય આવી ગયો છે. આવી સ્થતિમાં સૌથી સસ્તું અને સારું સ્કૂટર બજારમાં એક સકારાત્મક અસર ઉભુ કરી શકે એમ છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">