Google Account : આવતા અઠવાડીયાથી બદલાઈ જશે Googleની આ રીત, જાણો શું આવશે બદલાવ

|

Nov 05, 2021 | 12:14 PM

હાલમાં એક મોટો બદલાવ આવ્યો છે. Google એકાઉન્ટમાં સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર જોડાઈ જશે. આ વર્ષની શરૂઆતમાં Google કહ્યું હતું કે અમે ટુ-સ્ટેપ વેરિફેક્શનમાં એક્સ્ટ્રા 150 મિલિયન Google યુઝર્સે ઓટો- નોમિનેટ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

Google Account : આવતા અઠવાડીયાથી બદલાઈ જશે Googleની આ રીત, જાણો શું આવશે બદલાવ
Google account

Follow us on

આ વર્ષે મે મહિનામાં ગૂગલે(Google) જાહેરાત કરી હતી કે 2021ના અંત સુધીમાં યુઝર્સ તેમના Google એકાઉન્ટમાં લોગ ઇન કરવાની રીત બદલાશે. ટેક દિગ્ગ્જ તમામ યુઝર્સ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ ફરજિયાત બનાવવા જણાવ્યું છે. 9 નવેમ્બરથી, તમામ Google એકાઉન્ટ યુઝર્સએ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે સક્ષમ થવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે.

આ એક મોટો ફેરફાર છે, કારણ કે તે એકાઉન્ટનું સિક્યોરિટીમાં એક એક્સ્ટ્રા લેવલ ઉમેરશે. આ વર્ષની શરૂઆતમાં અપડેટની જાહેરાત કરતાં Google ની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “2021 ના ​​અંત સુધીમાં, અમે તેને રોલ આઉટ કરવા માટે 2SV અને 2 માં વધારાના 150 મિલિયન Google યુઝર્સને ઓટો-નોમિનેટ કરવાની યોજના બનાવીએ છીએ. આ માટે 20 લાખ YouTube ક્રિએટર્સની જરૂરત છે.

યુઝર્સ માટે શું બદલાશે?
જે યુઝર્સને ટુ-સ્ટેપ વેરિફિકેશનનો અર્થ ખબર નથી તેમના માટે, તે મૂળભૂત રીતે તમામ એકાઉન્ટ્સમાં સિક્યોરિટીનું એક્સ્ટ્રા લેવલ છે. એકવાર ઓપશનને એનબલ થઈ ગયા પછી, યુઝર્સ જ્યારે પણ તેમના Google એકાઉન્ટમાં લૉગ ઇન કરશે ત્યારે એક વખતના પાસવર્ડ (OTP) સાથેનો SMS અથવા ઇમેઇલ પ્રાપ્ત થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો યુઝર્સએ તેમનો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો જ તેઓ તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે. જે તમે જ્યારે પણ તમારું Google એકાઉન્ટ દાખલ કરશો ત્યારે બદલાશે. આ તમારા એકાઉન્ટમાં સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર ઉમેરશે અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરશે.

રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશનને એનબલ કરવા માટે તમામ યુઝર્સને ઈમેલ અને ઇન-એપ સિગ્નલ મોકલી રહ્યું છે. મેસેજમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો વેરિફિકેશન પ્રક્રિયા એનબલ નહીં હોય, તો તે 9 નવેમ્બરે આપમેળે એક્ટિવ થઈ જશે.

“પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારે ફોન પર બીજું પગલું પૂર્ણ કરવું પડશે. લોગ ઇન કરતી વખતે તમારા ફોનને હાથમાં રાખો. 9 નવેમ્બરે ટુ-સ્ટેપ વેરિફિકેશન આપમેળે એક્ટિવ થઈ જશે. જો તમે ઇચ્છો, તો તમે પહેલા આ ફીચરને એક્ટિવ કરી શકો છો.

ટુ-સ્ટેપ વેરિફિકેશનથી ગૂગલને કેવી રીત સિક્યોર કરવું

તમારું Google એકાઉન્ટ ખોલો.
નેવિગેશન પેનલમાં, સિક્યોરિટી પસંદ કરો.
Google માં સાઇન ઇન કરવાના ઓપશન હેઠળ , 2-સ્ટેપ વેરિફિકેશનન સિલેક્ટ કરો.
ઑન-સ્ક્રીન સ્ટેપનું પાલન કરો.

આ પણ વાંચો : PM Modi Kedarnath: PM મોદીએ કહ્યુ ગઈકાલે સૈનિકો સાથે દિવાળી ઉજવી, આજે હું સૈનિકોની જન્મભૂમિ પર છું’, કેદારનાથ આવીને કણ કણ સાથે જોડાઈ જાઉ છુ,

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : હજુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 2 દિવસમાં 5 ટકાનો ઘટાડો,જાણો આજના રેટ

 

Next Article