ઓનલાઈન Driving License મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ, ફોલો કરો માત્ર આ સ્ટેપ્સ

|

Mar 01, 2021 | 4:00 PM

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની જટિલ પ્રક્રિયાથી સૌને હેરાનગતિ થતી હોય છે. પરંતુ હવે સિસ્ટમ બદલાવા જઈ રહી છે. આ સ્ટેપ્સ ફોલોવ કરીને હવે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ઓનલાઈન Driving License મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ, ફોલો કરો માત્ર આ સ્ટેપ્સ
ડ્રાઈવિંગ લાયસન્સ

Follow us on

દેશમાં લાંબા સમયથી Driving License ને લઈને દેશમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકોએ લાઇસન્સ માટે મહિનાઓ પહેલાં અરજી કરી, અને પરીક્ષણની તારીખની રાહ જોઈ રહ્યા છે. જો તમને ડ્રાઇવિંગ લાઇસન્સની પણ ચિંતા છે, તો જણાવી દઈએ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આગામી કેટલાક મહિનામાં ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ બાબતો ઓનલાઇન કરવા જઈ રહ્યું છે. હવે ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા જેવા અન્ય ઘણા રાજ્યોમાં આ સેવાઓ ઓનલાઇન થઈ ગઈ છે. જો કે હવે માર્ચથી દેશના અન્ય ઘણાં રાજ્યોમાં આ સેવાઓ ઓનલાઇન કરવામાં આવશે. ઓનલાઈન થવાથી આરટીઓમાં લાગતી લાંબી લાઈનોથી મુક્તિ મળશે. દરેક વ્યક્તિની આ પરેશાની છે કે આરટીઓમાં લોકોએ લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. અને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે.

લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સની ઓનલાઈન પ્રક્રિયા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશના ઘણા રાજ્યોમાં ઓનલાઈન ડ્રાઈવિંગ લાઇસન્સ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી એ તમને જણાવી દઈએ.

સૌ પ્રથમ પરિવહન મંત્રાલયની વેબસાઇટ Priivahan.Gov.in પર જાઓ.

વેબસાઈટ પરની રાજ્યોની સૂચિમાંથી તમારું રાજ્ય પસંદ કરો.

ત્યાર બાદ લર્નિંગ લાઇસન્સ માટેનો વિકલ્પ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાં એક ફોર્મ ભરવાનું રહેશે. ફોરેમ ભર્યા બાદ આઈડી પ્રૂફ, ઉંમરનું પ્રમાણ પત્ર, એડ્રેસ પ્રૂફ, વય પ્રમાણપત્ર, સરનામાંનો પુરાવો એટેચ કરો.

બાદમાં લેટેસ્ટ ફોટો અને ડિજિટલ સહી અપલોડ કરો.

આ પ્રક્રિયા બાદ તમારે તમારી પરીક્ષણ ડ્રાઇવની તારીખનો વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.

નોંધનીય બાબત એ છે કે લાઇસન્સ બનાવવા માટે તમારે મતદાર ઓળખકાર્ડ, તમારું વીજ બિલ, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ પણ સાથે રાખવું પડશે. દેશભરમાં ફી ઓનલાઈન જમા કરાવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ જોગવાઈ નહોતી. જે હવે શરુ કરવામાં આવી છે.

Next Article