Banking Fraudsથી બચાવવા માટે સરકારની અત્યાર સુધીની સૌથી મોટી પહેલ, આ છે યોજના

|

Sep 24, 2022 | 10:01 AM

કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કહ્યું કે નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને બેંકિંગ છેતરપિંડીથી બચાવી શકાય.

Banking Fraudsથી બચાવવા માટે સરકારની અત્યાર સુધીની સૌથી મોટી પહેલ, આ છે યોજના
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં મોટી બેંકિંગ અને સાયબર ફ્રોડ (Cymer Fraud)થી બચવા માટે વ્યાપક તૈયારી કરી રહી છે. આ માટે કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કહ્યું કે નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને બેંકિંગ છેતરપિંડીથી બચાવી શકાય.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈનો ફોન આવે ત્યારે આપણને ખબર પડતી નથી કે કોણ ફોન કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને એવી સિસ્ટમ બનાવવા માટે કહી રહી છે કે જેથી તમને કોણ ફોન કરી રહ્યું છે તે જાણી શકાય. હાલમાં વિવિધ પ્રકારની એપ્સ દ્વારા આવી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ આગામી દિવસોમાં આ વૈકલ્પિક વ્યવસ્થાને સત્તાવાર બનાવવામાં આવશે.

KYC નિયમોમાં ફેરફાર

KYCનો અર્થ અંગ્રેજીમાં નો યોર કસ્ટમર થાય છે. KYC એક એવી સિસ્ટમ છે, જેમાં દરેક વ્યક્તિએ તેના એકાઉન્ટ વિશેની માહિતી સર્વિસ પ્રોવાઈડરને આપવાની હોય છે. KYCની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી કે ખોટી માહિતી આપશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

છેતરપિંડી માટે સખત સજા

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જે બેંકિંગ ફ્રોડ માટે ખૂબ જ કુખ્યાત બની ગઈ છે. આ માટે સમગ્ર તંત્રની સાંકળ તોડવી જરૂરી છે. નવું ટેલિકોમ્યુનિકેશન બિલ તે સાંકળને તોડવામાં ઘણી મદદરૂપ થશે. જો કોઈ આ પ્રકારની છેતરપિંડી કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સાયબર કાયદા હેઠળ જો કોઈ પકડાય તો માત્ર ત્રણ વર્ષની સજા છે. આ સજાને વધુ વધારવાની જોગવાઈ છે.

સોશિયલ મીડિયા સાઇટ્સ પણ દાયરામાં

અશ્વિની વૈશ્વાને કહ્યું કે ફેસબુક, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ પણ નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022નો ભાગ હશે. OTT પ્લેટફોર્મ પણ રેગ્યુલેટરને આધીન રહેશે. તેમણે કહ્યું કે આ મામલે સતત કાર્યવાહી ચાલી રહી છે.

લાયસન્સ પ્રક્રિયા કેવી હશે

અશ્વિની વૈષ્ણને જણાવ્યું હતું કે ટેલિકોમ સેવા માટે લાયસન્સ, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નોંધણી, વાયરલેસ સાધનો માટે અધિકૃતતા અને સ્પેક્ટ્રમ માટે (બિડિંગ) માટે અરજી કરવાની પ્રક્રિયાને અનુસરવી પડશે.

ત્રણને બદલે એક એક્ટ

અશ્વની વૈષ્ણવે કહ્યું કે ભારતીય ટેલિકોમ ડ્રાફ્ટ બિલ 2022 હવે જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885, વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ અને ટેલિગ્રાફ વાયર એક્ટનું સ્થાન લેશે. નવા ડ્રાફ્ટ બિલને લોકોના અભિપ્રાય માટે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે, તમામ તકનીકી પ્રક્રિયા પછી, તે આવતા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવશે.

Next Article