Elon Musk ના ઓફિસ વાપસીના આદેશ બાદ ટેસ્લા કંપનીની ખરાબ હાલત, બેસવા સીટ નહીં અને કાર માટે પાર્કિંગ નહીં

|

Jun 28, 2022 | 3:23 PM

અહેવાલો અનુસાર, વર્ક ફ્રોમ હોમ (Work From Home) ખતમ થયા પછી, કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા પરંતુ તેમને બેસવા માટે ડેસ્ક, કાર માટે પાર્કિંગ મળી રહ્યું નથી. આ સિવાય તેઓ કામ દરમિયાન નબળી Wi-Fi કનેક્ટિવિટીનો પણ સામનો કરી રહ્યા છે.

Elon Musk ના ઓફિસ વાપસીના આદેશ બાદ ટેસ્લા કંપનીની ખરાબ હાલત, બેસવા સીટ નહીં અને કાર માટે પાર્કિંગ નહીં
Tesla

Follow us on

એલોન મસ્ક (Elon Musk)ના વર્ક ફ્રોમ હોમ મેસેજ પછી ટેસ્લા કંપની(Tesla Company)ના કર્મચારીઓ પાછા આવવા લાગ્યા છે. નોકરી ગુમાવવાના ડરથી કર્મચારીઓએ ઓફિસમાં પાછા આવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, વર્ક ફ્રોમ હોમ ખતમ થયા પછી, કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા પરંતુ તેમને બેસવા માટે ડેસ્ક, કાર માટે પાર્કિંગ મળી રહ્યું નથી. આ સિવાય તેઓ કામ દરમિયાન નબળી Wi-Fi કનેક્ટિવિટીનો પણ સામનો કરી રહ્યા છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં કર્મચારીઓને ઓફિસમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કર્મચારીઓને મોકલેલા મેલમાં કહ્યું હતું કે વર્ક ફ્રોમ હોમ પીરિયડ પૂરો થઈ ગયો છે, હવે જો તે પોતાની નોકરી ગુમાવવા નથી માંગતા તો તેણે ઓફિસ પરત ફરવું પડશે. આ આદેશ બાદ ટેસ્લાના કર્મચારીઓ પાછા આવવા લાગ્યા છે પરંતુ હવે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, તેમને ઓફિસમાં કામ કરવા માટે ડેસ્ક નથી મળી રહ્યું. ડેસ્ક પહેલેથી જ હાલના અથવા આવતા કર્મચારીઓ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. આ સિવાય કંપનીમાં કાર માટે પાર્કિંગની જગ્યા નથી. વધુ લોકોના કારણે Wi-Fi નેટવર્ક પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

બે વર્ષથી હતું વર્ક ફ્રોમ હોમ

કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયાભરમાં કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા હતા. આમાં ટેસ્લા કંપનીના કર્મચારીઓ પણ સામેલ હતા. હવે જેમ જેમ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને સ્થિતિ પાછી સ્થિર થઈ રહી છે, ત્યારે કંપનીઓએ તેમના કર્મચારીઓને પાછા આવવાનો આદેશ આપ્યો છે. એલોન મસ્કે તેના કર્મચારીઓને પરત આવવા માટે મેઈલ પણ કર્યા હતા. આ મેલ પછી ઘણો હોબાળો થયો, પરંતુ મસ્ક તેના આદેશ કાયમ રહ્યા.

આવું કેમ થયું ?

ધ ઇન્ફોર્મેશનના અહેવાલો અનુસાર ટેસ્લા કંપનીમાં છેલ્લા બે વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. ટેસ્લા કંપનીમાં કર્મચારીઓની સંખ્યા વધી છે. હાલમાં ટેસ્લા કંપનીમાં 99,210 લોકો કામ કરે છે. બ્લૂમબર્ગમાં કતાર ઇકોનોમિક ફોરમમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, મસ્કએ કહ્યું હતું કે તે આગામી ત્રણ મહિનામાં તેના 10% કર્મચારીઓની છટણી કરી શકે છે.

Next Article