લો બોલો, Bill Gatesને પસંદ નથી આઇફોન, જાણો કેમ યુઝ કરે છે એન્ડ્રોઇડ ફોન

|

Mar 01, 2021 | 4:59 PM

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે એન્ડોઇડ અને આઈફોનને લઈને ચોકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું અમુક કારણોસર તેઓ એન્ડ્રોઇડ ફોન યુઝ કરે છે.

લો બોલો, Bill Gatesને પસંદ નથી આઇફોન, જાણો કેમ યુઝ કરે છે એન્ડ્રોઇડ ફોન
Bill Gates

Follow us on

વિશ્વમાં આઇફોન યુઝર્સની સંખ્યા 1 અબજ છે. આ ફોનનો ઉપયોગ ઘણાં હાઇ પ્રોફાઇલ અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ દ્વારા પણ કરવામાં આવે છે. પરંતુ માઈક્રોસોફ્ટના સ્થાપક Bill Gatesઆઇફોનનો ઉપયોગ કરનારામાં નથી માનતા. બિલ ગેટ્સે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે આઇફોન કરતા એન્ડ્રોઇડ ફોન્સ વધારે પસંદ કરે છે. ગેટ્સે કહ્યું કે, હું એન્ડ્રોઇડ ફોનોનો ઉપયોગ કરું છું કારણ કે હું બધું ટ્રેક કરવા માંગુ છું. હું હંમેશાં આઇફોન સાથે રમું છું પરંતુ જ્યારે મારે બહાર જવુ હોય, ત્યારે હું એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરું છું.

ગેટ્સે વધુમાં સમજાવ્યું કે, તે આઇફોનનો ઉપયોગ કરે છે પરંતુ દરરોજ નહીં. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક Androidઉત્પાદકો માઈક્રોસોફ્ટના સોફ્ટવેરને પ્રી ઇન્સ્ટોલ કરી આપે છે. ગેટ્સે iOSને ટાંકીને કહ્યું કે, તમે Android ફોન્સને કસ્ટમાઇઝ કરી શકો છો, જ્યારે iOSને તમે સંપૂર્ણ કસ્ટમાઇઝ કરી શકતા નથી. એન્ડ્રોઇડ ફોન ફેક્સીબલ છે.

જણાવી દઈએ કે આઇઓએસ 14 ની સાથે, એપ્પાલે આઇફોનને વધુ કસ્ટમાઇઝ કરી દીધું છે. માઇક્રોસોફ્ટ એપ્લિકેશન્સ હવે એપ સ્ટોર પર નિશુલ્ક ઉપલબ્ધ છે. જ્યારે વપરાશકર્તા તેના ઇમેઇલ ક્લાયંટ અને ડિફોલ્ટ બ્રાઉઝરને પણ બદલી શકે છે. ગેટ્સે કહ્યું કે તેના ઘણા મિત્રો આઇફોનનો ઉપયોગ કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગેટ્સે જે એપને ઇન્ટરવ્યુ લીધું છે તેનું નામ ક્લબહાઉસ છે. આ એક નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જે હાલમાં ફક્ત આઇફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ક્લબહાઉસ હાલમાં એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ નથી, પરંતુ કંપની કહી રહી છે કે ટૂંક સમયમાં તેને એન્ડ્રોઇડ માટે લોન્ચ થશે. ક્લબ હાઉસ એક ઇન્વાઇટ ઓન્લી ઓડિયો ચેટ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી લોકપ્રિય થઇ છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ પણ આ એપ વિશે ઘણી માહિતી આપી છે.

Next Article