Technology : ઈન્સ્ટાગ્રામનું આ નવુ ફીચર યુઝર્સને ઓફેન્સીવ કોમેન્ટસ અને મેસેજીસથી સુરક્ષિત કરશે

|

Aug 15, 2021 | 6:18 PM

આ ફીચર એ પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી થશે જ્યારે લોકોને અચાનક ઘણા બધા DM અને કોમેન્ટસ અનનોન એકાઉન્ટ પરથી મળવા લાગે છે.

Technology : ઈન્સ્ટાગ્રામનું આ નવુ ફીચર યુઝર્સને ઓફેન્સીવ કોમેન્ટસ અને મેસેજીસથી સુરક્ષિત કરશે
New Feature of Instagram

Follow us on

આજના દિવસોમાં લોકો સોશિયલ મિડીયાનો ખુબ જ ઉપયોગ કરતા નજરે ચડે છે. લોકો પોતાના રોજબરોજના અનુભવો અને રોજની પ્રવૃતિ વિશેની માહિતી પણ સોશિયલ મિડીયા પર શેર કરતા હોય છે. ત્યારે અનેક સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. પોસ્ટ પર થતી કોમેન્ટસને લીધે પણ અનેક વિવાદો સર્જાતા હોય છે. ત્યારે એ સમસ્યાઓના નિવારણ માટે ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ દ્વારા એક ફીચર લાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ ફીચર વિશેની વધુ માહિતી.

ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram)એ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરને એન્ટી-એબ્યુઝ નામ આપવામાં આવ્યું છે. આ ફીચર યુઝર્સને એબ્યુઝીવ કન્ટેન્ટ જોવાથી બચાવશે. એબ્યુઝીવ કન્ટેન્ટમાં રેસિસ્ટ, સેક્સિટ, હોમોફોબિક અને અન્ય પ્રકારના એબ્યુઝીવનો સમાવેશ થાય છે.

ઇન્સ્ટાગ્રામ (Instagram)ના હેડ દ્વારા એક બ્લોગ પોસ્ટમાં આ વિશે જણાવાયુ છે કે, ઇન્સ્ટાગ્રામના નવા ફીચર સાથે લોકોને કોમેન્ટસ અને DM રીક્વેસ્ટને મર્યાદિત કરવાની ક્ષમતા આપવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ એવા યુઝર્સને ચેતવણી આપશે જે સંભવિત અપમાનજનક ટિપ્પણી (offensive comments) કરે છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સિવાય તેમાં હિડન વર્ડ્સ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સાથે, યુઝર્સ વાંધાજનક શબ્દોની DM રીક્વેસ્ટને ફિલ્ટર કરી શકે છે. ઇન્સ્ટાગ્રામના હેડ મોસેરીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે લિમિટ ફીચરને સરળતાથી ઓન અથવા ઓફ કરી શકાય છે.

આ સાથે યુઝર્સ જેમને ફોલો નથી કરતા એ એકાઉન્ટની DM રીક્વેસ્ટ અને  કોમેન્ટસને ઓટોમેટિકલી હાઈડ કરી દેશે. આ ફીચર એ પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી થશે જ્યારે લોકોને અચાનક ઘણા બધા DM અને કોમેન્ટસ અનનોન એકાઉન્ટ પરથી મળવા લાગે છે. એ જ રીતે, લિમિટ ફીચરના કારણે કોઈ ક્રીએટર્સેને મેસેજ અથવા કોમેન્ટસ બંધ કરવાની જરૂર રહેશે નહીં.

આ ફીચર તે લોકોને મર્યાદિત કરશે જે યુઝર્સના એકાઉન્ટને ટાર્ગેટ કરી રહ્યા છે. હિડન વર્ડ્સ ફીચરની મદદથી ઓફેન્સીવ વર્ડ, Phrases અને ઇમોજીને હિડન ફોલ્ડર્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે નવા ફીચર્સના આવ્યા બાદ યુઝર્સ ખૂબ જ સુરક્ષિત અનુભવ કરશે.

 

આ પણ વાંચો : Twitter Blue Tick: ‘બ્લુ ટીક’ની રાહ જોતા યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, જોવી પડશે રાહ

આ પણ વાંચો : WhatsApp New Feature : હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

Next Article